ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક સગીર છોકરો તેજ ગતિએ જતી કારમાં સ્ટંટ કરી રહ્યો હતો ત્યારે ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે તેની ૧૨ વર્ષની પુત્રી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ ઘટનાનો ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
કાનપુરના કિદવાઈ નગર વિસ્તારમાં એક મહિલા પોતાની દીકરીને ડાક્ટર પાસે લઈને ઘરે પરત ફરી રહી હતી. ત્યારે અચાનક એક સ્પીડમાં આવતી કારે તેના સ્કૂટરને ટક્કર મારી હતી. ટક્કર એટલી જારદાર હતી કે મહિલા અને તેની પુત્રી ૩૦ ફૂટ દૂર રસ્તા પર પડી ગયા. આ અકસ્માત બાદ આસપાસના લોકો બંનેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કારમાં બે છોકરાઓ અને બે છોકરીઓ હતી, જે તમામ સગીર હોવાનું
આભાર – નિહારીકા રવિયા કહેવાય છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ હતા અને સ્કૂલના ક્લાસને બંક કર્યા બાદ મોજ કરવા કારમાં નીકળ્યા હતા. કારની સ્પીડ ૧૦૦ કિમી પ્રતિ કલાકની આસપાસ હતી અને આ તમામ કારમાં સ્ટંટ કરી રહ્યા હતા. લોકોએ એમ પણ જણાવ્યું કે આ બાળકોએ પોતાનો સ્કૂલ ડ્રેસ ઉતાર્યો હતો અને અન્ય કપડાં પહેર્યા હતા, પરંતુ કારની અંદરથી સ્કૂલ ડ્રેસ મળી આવ્યો હતો.
અકસ્માત બાદ લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને અન્ય ત્રણ સગીરો સાથે કાર ચલાવી રહેલા સગીર છોકરાની અટકાયત કરી હતી. પોલીસે જણાવ્યું કે કાર ચલાવનાર છોકરો સગીર હતો અને તેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નહોતું. આ સાથે પોલીસે કાર ચલાવી રહેલા સગીરના પિતાની પણ ધરપકડ કરી છે.
આ ઘટનામાં સ્કૂટર પર સવાર મહિલાએ હેલ્મેટ પહેર્યું હતું, પરંતુ ટક્કરની તીવ્રતાને કારણે તેને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું. તેમની પુત્રીની હાલત પણ ખૂબ જ ગંભીર છે અને તેના ઘણા હાડકાં તૂટી ગયા છે. હોસ્પિટલમાં તેની સારવાર ચાલુ છે.
કિદવાઈ નગર પોલીસ ઈન્સ્પેક્ટરે પુષ્ટિ કરી કે તમામ આરોપીઓ સગીર છે અને તેમને ન્યાયિક કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પોલીસ આ બાબતે ઝીણવટભરી તપાસ કરી રહી છે અને ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવી શકાય તે માટે પ્રયાસ કરી રહી છે. આ ઘટનાએ માત્ર કાનપુર જ નહીં પરંતુ સમગ્ર રાજ્યને ચોંકાવી દીધું છે અને રસ્તા પર સ્ટંટ કરનારા સગીરો સામે કડક કાર્યવાહીની જરૂરિયાત દર્શાવે છે. સ્થાનિક પ્રશાસન અને પોલીસ આ ઘટના પ્રત્યે સંવેદનશીલતા દાખવી રહ્યા છે અને મામલાને ગંભીરતાથી લઈ રહ્યા છે.