ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગે હજુ સત્તાવાર લાંબા ગાળાનું ચોમાસુ પૂર્વાનુમાન જારી કર્યું નથી, પરંતુ ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ વેધરએ ૨૦૨૬ના દક્ષિણ-પશ્ચિમ ચોમાસા માટે સ્પષ્ટ આગાહી કરી છે. તે અનુસાર આ વર્ષે દેશભરમાં વરસાદ લાંબા ગાળાના સરેરાશના માત્ર ૯૪% જેટલો જ થવાની સંભાવના છે, જે સામાન્યથી નબળું કેટેગરીમાં આવે છે.
સ્કાયમેટે જણાવ્યું છે કે ચોમાસાના પ્રથમ અર્ધભાગ (જૂન-જુલાઈ)માં વરસાદ સામાન્ય કે તેનાથી થોડો ઓછો રહી શકે છે, જ્યારે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં અલ નીનોની અસર વધુ પ્રબળ બનતાં વરસાદમાં વધુ ખાધ પડવાની સંભાવના છે. મહિના-વાર આગાહીમાં જૂનમાં ૧૦૧%, જુલાઈમાં ૯૫%, ઓગસ્ટમાં ૯૨% અને સપ્ટેમ્બરમાં ૮૯% વરસાદનું અનુમાન છે.ભારતના સમાચાર
સ્કાયમેટની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટા ભાગમાં વરસાદ સામાન્યથી ઓછો રહેવાની સંભાવના છે. પશ્ચિમ અને મધ્ય ભારતની જેમ ગુજરાત પણ વરસાદના ખાધના વિસ્તારમાં સામેલ છે.હાલમાં પેસિફિક મહાસાગરમાં લા નીનાની નબળી સ્થિતિ છે, જે ધીરે ધીરે ઇએનએસઓ ન્યુટલ તરફ જઈ રહી છે. જૂન-ઓગસ્ટ ૨૦૨૬માં અલ નીનો વિકસિત થવાની ૬૨% શક્યતા છે, જે ચોમાસાના ઉત્તરાર્ધમાં વરસાદને અસર કરી શકે છે. અલ નીનો સામાન્ય રીતે ભારતીય ચોમાસાને નબળો પાડે છે, જેનાથી વરસાદમાં ઘટાડો, દુષ્કાળનું જાખમ અને તાપમાનમાં વધારો થઈ શકે છે.