(એ.આર.એલ),અમદાવાદ,તા.૨
આગામી સાત દિવસ રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે ઓરેન્જ અલર્ટ અપાયું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, સાબરકાઠા, ભરૂચ, તાપી, અરવલ્લી, નર્મદા, ડાંગમાં યેલો અલર્ટ અપાયું છે.
સૌરાષ્ટમાં યેલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. હાલ ઓફશાર ટ્રફ અને સાયકલોનિક સર્યુલેશન સક્રિય થતા વરસાદની શક્યતા છે. ઓગસ્ટ મહિનામાં સૌરાષ્ટમાં અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતા ઓછો વરસાદ નોંધાશે. અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદ રહેશે.૪ ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ૩ ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ સૌરાષ્ટના અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ૩થી ૪ ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ૩ થી ૪ ઓગસ્ટના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.