સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં રાજકોટ ખાતે શિક્ષક વિભાગમાંથી સભ્ય તરીકે અમરેલીના બંસીધર વિદ્યાલયના શિક્ષક ભરતભાઈ મકવાણા બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ વિવિધ સંસ્થાઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે. જેના અનુસંધાને અમરેલી જિલ્લા ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લા શિક્ષક સંઘ દ્વારા ભરતભાઈ મકવાણાનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે અમરેલી જિલ્લા ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પ્રવીણભાઈ વસરા, મહામંત્રી પરેશભાઈ રાઠોડ, અશરફભાઈ પરમાર તેમજ કે.સી. ભોગાયતા અને હોદ્દેદારો, કારોબારી સભ્યો તથા બહોળી સંખ્યામાં શિક્ષકમિત્રો હાજર રહ્યા હતા.