સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના સેનેટ સભ્ય તરીકે શિક્ષક વિભાગમાંથી અમરેલી શહેર ભાજપ મહામંત્રી ભરતભાઈ મકવાણા બિનહરીફ થતા અમરેલી શહેર ભાજપ દ્વારા તેમનું સન્માન કરાયું હતું. આ ઉપરાંત રાજસ્થાન પ્રદેશમાં ૧૦ દિવસ વિસ્તારક તરીકેની સફળ કામગીરી કરનાર અમરેલી શહેર ભાજપના મંત્રી તુષાર વાણીનું પણ અમરેલી શહેર ભાજપ દ્વારા સન્માન કરાયું હતું.આ તકે અમરેલી શહેર ભાજપના પ્રમુખ ભાવેશભાઈ સોઢા, મહામંત્રી રાજેશભાઈ માંગરોળીયા સહિતના ભાજપ આગેવાનો હાજર રહ્યાં હતા.