અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત માતુશ્રી મોંઘીબા મહિલા આટ્‌ર્સ કોલેજ, અમરેલીની વિદ્યાર્થિની સુહાના સોલંકી (ટી.વાય.બી.એ.)એ તા. ૦૬-૧૦-૨૦૨૫ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા આયોજિત આંતર કોલેજ શૂટિંગ સ્પર્ધામાં વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. આ સ્પર્ધામાં સુહાના સોલંકીએ ત્રીજો ક્રમ પ્રાપ્ત કરીને કોલેજનું ગૌરવ વધાર્યું છે. ઉલ્લેખનીય છે કે, સુહાનાએ સતત ત્રણ વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આંતર કોલેજ શૂટિંગ સ્પર્ધામાં ત્રીજો ક્રમ જાળવી રાખ્યો છે. આગામી નવેમ્બર-૨૦૨૫માં ઉત્તર પ્રદેશ ખાતે યોજાનાર ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી કક્ષાની સ્પર્ધામાં સુહાના યુનિવર્સિટીની ટીમ વતી રમવા જનાર છે.