શ્રી અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ (સુરત) સંચાલિત શ્રી કે.પી. ધોળકિયા ઇન્ફોટેક મહિલા કોલેજનું મ્ઝ્રછ સેમ. ફૈં નું પરિણામ શાનદાર રહ્યું છે. કોલેજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૧૦૦% પરિણામ સાથે ૧૦૦% ફર્સ્ટ ક્લાસ મેળવ્યો છે. વિદ્યાર્થિનીઓ ગોહિલ જાન્વી કે. એ ૯૦.૬૭% સાથે કોલેજમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે, જ્યારે સખીયા રૂત્વી એન. એ ૮૯.૩૩% સાથે દ્વિતીય અને ગોધાણી જીન્શા વી. એ ૮૯.૦૦% સાથે તૃતીય સ્થાન મેળવ્યું છે. કોલેજ પરિવારે આ સફળતા બદલ વિદ્યાર્થીઓ, સ્ટાફ અને રેન્કર્સને અભિનંદન પાઠવ્યા છે.