રાજયમાં કોરોનાની બીજી લહેર ભયાનક જોવા મળી હતી. જેમાં લાખો લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા હતા. વધતાં કેસોને લીધે શાળાઓ પણ બંધ કરાઇ હતી. તેમજ અનેક પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામા આવૈ હતી. જે હવે કોરોના કેસ ઘટતા પરીક્ષાઓ ફરીથી શરૂ કરાઇ છે ત્યારે હવે સૌરાષ્ટÙ યુનિવર્સિટીની બીજો તબક્કાની પરીક્ષાનો ૧૪મી
ડીસેમ્બરથી પ્રારંભ થવાનો હતો જો કે હાલમાં પોલસીખાતાની પરીક્ષા અને ગ્રામપંચાયતની ચૂંટણી પણ આગામી ૧૯મીએ યોજોવાની હોવાથી જેથી મોટાભાગના પ્રોફેસરો ચુંટણી ફરજ પર હોય યુનિવર્સિટી દ્વારા પરીક્ષા પાછી ઠેલવવામાં આવી છે.
મહત્વનુ છે કે પરીક્ષા ૨૨મી ડીસેમ્બરથી શરૂ થશે જેમાં બી.એ સેમ-૩, બી.બી.એ સેમ-૩(૨૦૧૬), બી.બી.એ સેમ-૩(૨૦૧૯), બી.સી.એ(૨૦૧૬,૨૦૧૯), બી.કોમ સેમ-૩, બી.એસ.સી સેમ-૩, બી.એસ.સી.આઇટી સેમ-૩, બી.પી.એ સેમ-૩, બી.એસ.સી.બાયો ઇન્ફો, બી.એસ. સી હોમ સાયનસ સેમ-૩, બી.એસ. ડબ્લ્યુ સેમ-૩, એલ. એલ. બી સેમ-૩, બી.એ (બી.એડ) સેમ-૩ના ૫૮ હજોરથી વધુ વિદ્યાર્થીઓની પરિક્ષા યોજોશે.
ઉલેખનીય છે કે આ ઉપરાંત કેટલાક પ્રોફેસરોને પણ ચૂંટણી ફરજ સોંપવામાં આવી હોવાને કારણે યુનિવર્સિટીની પરીક્ષા મોડી લેવાનું નક્કી કર્યું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષ ૨૦૧૬થી ૨૦૧૯ સુધીના જુદા જુદા કોર્સના રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા હવે આગામી તારીખ ૨૨થી ૩૧ ડિસેમ્બરે યોજોશે. પરીક્ષા બપોરે ૨.૩૦થી ૫ કલાક દરમિયાન લેવાશે. જેમાં બી.કોમ સેમેસ્ટર-૩ની પરીક્ષા સવારના સેશનમાં ૧૦થી ૧૨.૩૦ કલાક દરમિયાન લેવાશે.