સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા સી.એસ તથા સી.એમ.એ. નું સન્માન તથા વિચારગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને ઝ્રજી તથા CMA માં કારકિર્દી ઘડવા માર્ગદર્શન અને આહવાન કરવામાં આવ્યું હતું. પાટીદાર સમાજનાં પ્રમુખ વેલજીભાઈ છેટાનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ સમારોહમાં CS તથા CMAમાં ઉત્તીર્ણ થયેલ યુવાનોનું ખાસ અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુવા ઉદ્યોગ સાહસિક દીપકભાઈ શેટા, CMA ભરતભાઈ સવાણી તથા CS મનીષભાઈ પટેલ સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ ખુંટ તથા સૌરાષ્ટ્ર ભવનના પ્રમુખ મધુભાઈ સભાયા ઉપસ્થિત રહ્યાં હતાં.