શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત દ્વારા કામરેજ રોડ પર ૨૦૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર હોસ્ટેલ પ્રોજેક્ટ માટે લોકોનો ઉત્સાહભેર પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે કેન્દ્રીયમંત્રી દર્શનાબેન જરદોષે તેમની સાંસદ તરીકેની ગ્રાંટમાંથી રૂ.૫૧ લાખ ફાળવવા જાહેરાત કરી સમાજ ઉપયોગી કાર્યને શુભેચ્છા પાઠવી છે. આ તકે સંસ્થાના પ્રમુખ કાનજીભાઈ ભાલાળા, ધારાસભ્ય વી.ડી.ઝાલાવડિયા, પ્રફુલભાઈ પાનશેરિયા, અરવિંદભાઈ ધડુક સહિતે દર્શનાબેનનું અભિવાદન કરી આભાર વ્યક્ત કર્યો હતો. બીજી તરફ કાપડ વેપાર ક્ષેત્રે સંકળાયેલા ઘનશ્યામભાઈ પાંચાણીના પરિવારના બે બાળકો વિશ્વમ અને રેયાંશના જન્મદિન નિમિતે રૂ.૫૧૦૦૦ હોસ્ટેલ પ્રોજેક્ટમાં આપી નવો દાખલો બેસાડ્યો હતો.