ગુજરાતમાં આજે ૨૩ મેના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. ૨૩ થી ૨૫ તારીખે ગુજરાતમાં વરસાદની આગાહી છે. જ્યારે ૨૬ અને ૨૭ તારીખે ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે. ૨૫ મે સુધી રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ જાવા મળી શકે છે. અરબી સમુદ્ર પર ચક્રવાતી પવનનો વિસ્તાર વિકસિત થયો છે. ભારે વરસાદની આગાહીને કારણે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુરૂવારથી રાજ્યમાં વરસાદનું જાર વધશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. ૨૨ થી ૨૪ મે દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. ૨૪ મેના રોજ રાજ્યમાં મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. તેથી, અમદાવાદમાં તાપમાન ૪૦ ડિગ્રીની આસપાસ નોંધાશે.
હવામાન વિભાગની આગાહી મુજબ, અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે માછીમારોને આવતીકાલે સાંજ સુધીમાં પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે. દક્ષિણ કોંકણમાં પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર નજીક એક નીચા દબાણનો વિસ્તાર બન્યો છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી છે.
દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના સત્તાવાર આગમન પહેલાં જ, અરબી સમુદ્રમાં રચાયેલા ચક્રવાતી પરિભ્રમણને કારણે ૨૧ થી ૨૬ મે દરમિયાન ભારે પવન અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે વરસાદ માટે જિલ્લાવાર ઓરેન્જ અને યલો એલર્ટ આપ્યું છે. આગામી ૪ દિવસ માટે માછીમારોને પણ ચેતવણી આપવામાં આવી છે.
૨૮ થી ૪ જૂન સુધી ચોમાસું બેસી જાય તેવી શક્યતા રહેલી છે. આગામી ૭ દિવસ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન આગાહીકારોનું માનવું છે કે બિપરજાય કરતા પણ આ વાવાઝોડું ખતરનાક હશે. દરિયાકાંઠે ૧૦૦થી વધુ તીવ્રતા સાથે વાવાઝોડું આવશે. મોટાભાગના વિસ્તારોમાં ભારેથી હળવો વરસાદ રહેશે. ગુજરાતનાં દરિયાકાંઠે ૧ નહીં પરંતુ ૨ વાવાઝોડા ટકરાશે.