ગીર સોમનાથઃ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અધિક માસમાં મેહુલિયો સાંબેલાધાર બેટિંગ કરી રહ્યો છે. ત્યારે ગીર સોમનાથમાં ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે પર પણ ધસમસતા પ્રવાહ ફરી વળ્યા છે. સુત્રાપાડા ફાટક અને વેરાવળ વચ્ચેનો રોડ ધોવાયો છે. વેરાવળના સોનારિયા ગામ નજીક હાઇવે પર પણ ધોવાણ થયું છે. ધોવાણ થતા નેશનલ હાઇવે બંધ કરાયો છે.
ગીર સોમનાથમાં અનરાધાર આફત આવી છે. સુત્રાપાડા અને વેરાવળમાં સતત બીજા દિવસે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. વેરાવળમાં આજે બે કલાકમાં ૩.૫ ઇંચ વરસાદ ખાબક્યો છે. તો સુત્રાપાડામાં ૨.૫ ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે કોડીનારમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે.
સતત વરસતા વરસાદને કારણે અનેક રોડ રસ્તા બંધ થયા છે. વેરાવળ કોડીનાર નેશનલ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. સોનારિયા ગામ નજીક સરસ્વતી નદીના પાણી ફરી વળ્યા છે. તો સુત્રાપાડા કોડીનાર હાઇવે પણ બંધ થયો છે. વાવડી નજીક રોડ પર પાણી ફરી વળતા બંધ થયો છે.
ભારે વરસાદને કારણે પ્રાચી તીર્થની સરસ્વતી નદી પણ તોફાની બની છે. ગીર જંગલ અને તાલાળામાં ધોધમાર વરસાદથી પાણી પાણી થયા છે. નદીનો જળ સ્તર વધતા પ્રાચી તીર્થના કેટલાક વિસ્તારો પાણી ભરાયાં છે. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. પાછલા ૨૪ કલાકમાં રાજ્યના ૧૭૬ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ૨૨ ઈંચ જેટલો વરસાદ સૌરાષ્ટ્રમાં ખાબક્યો છે. ભારે વરસાદના કારણે સુત્રાપાડા, વેરાવળ, તલાલા, ધોરાજી, કોડિનાર સહિતના ભાગોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ ખાબક્યો છે. રાજ્યના દક્ષિણ તથા મધ્ય ગુજરાતમાં પણ વરસાદ નોંધાયો છે.
છેલ્લા ૨૪ કલાકમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે જેમાં ગીર સોમનાથના સુત્રાપાડામાં ૫૪૧ એમએમ(૨૧.૨ ઈંચ) વરસાદ થયો છે, આ સિવાય ગીર સોમનાથના વેરાવળમાં ૪૮૧એમએમ (૧૮.૯ ઈંચ), તલાલામાં ૨૯૯એમએમ (૧૧.૭ ઈંચ), રાજકોટના ધોરાજીમાં ૨૯૫એમએમ (૧૧.૬ ઈંચ), ગીર સોમનાથના કોડિનારમાં ૨૧૮એમએમ (૮.૫ ઈંચ) વરસાદ થયો છે.
ગીર સોમનાથમાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ જળમગ્ન થયા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. તો ખેતરો પણ બેટમાં ફેરવાયા છે. ભારે વરસાદને પગલે જિલ્લાના કેટલાક ગામનો સંપર્ક ખોરવાયો છે. સોનારિયા ગામમાં તો સૌથી ખરાબ સ્થિતિ છે. સોનારિયા ગામમાં કમર સુધી વરસાદી પાણી ભરાયા છે.જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદને પગલે એનડીઆરએફની એક ટીમ ગીર સોમનાથ મોકલાઈ છે. જૂનાગઢથી એનડીઆરએફની એક ટીમ ગીર સોમનાથ મોકલાઈ છે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે હાલ એનડીઆરએફની ૬ ટીમ તૈનાત કરાઈ છે. કચ્છ, નવસારી, વલસાડમાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે. સાથે જ અમરેલી, રાજકોટમાં પણ એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
ગીર સોમનાથ ભારે વરસાદને કારણે હિરણ નદીમાં પૂર આવ્યું છે. જેથી હિરણ નદીનું પાણી તાલાલા શહેરમાં ફરી વળ્યું છે. તાલાલા સરકારી હોસ્પિટલમાં પાણી ઘૂસી ગયા છે. હોસ્પિટલમાં પાણી ઘૂસતા દર્દીઓની મુશ્કેલીઓમમાં વધારો થયો છે. હોસ્પિટલમાં વરસાદી પાણી ફરી વળતા ઓક્સિજન પ્લાન્ટને ભારે નુકસાન થયું છે. વેરાવળની બિહારીનગર, અન્નપૂર્ણા સોસાયટી, શિવજી નગર, હરસિદ્ધિ સોસાયટી સહિતના વિસ્તારમાં પાણીની નદીઓ વહી રહી છે. વેરાવળના મુખ્ય બજારમાં ભરાયા વરસાદી પાણી ભરાયા છે. ભારે વરસાદને કારણે ઘૂંટણસમાં પાણી ભરાયા છે. ગીર સોમનાથના તમામ તાલુકામાં ધોધમાર વરસાદને પગલે સુત્રાપાડા કોડીનાર હાઇવે પણ બંધ થયો છે. સુત્રાપાડા અને વેરાવળને જાડતો મુખ્ય માર્ગ પણ બંધ થયો છે. તો વરસાદને કારણે પ્રાચી જવાનો રસ્તો બંધ થયો છે. રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
માંગરોળમાં આભ ફાટ્યું છે. સવારે ૪ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધીમાં ૧૩ ઈંચ વરસાદ ખાબક્યો છે. માંગરોળ કેશોદ બાયપાસ પર કમરસમાં પાણી ભરાયા છે. પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. લોકોના ઘરો અને દુકાનોમાં પણ પાણી ભરાઇ ગયા છે. જ્યારે નદી-નાળા પણ છલોછલ થઇ ગયા છે અને નદીના પાણી પ્રવેશતાં જબરદસ્ત પાણીનો પ્રવાહ જાવા મળી રહ્યો છે. સોસાયટીમાં પાર્ક કરેલા વાહનો પણ ડૂબતાં હોય