અમદાવાદ એટીએસએ ૫૪ હથિયારો પકડી પાડી હથિયાર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સુરેન્દ્રનગરના માથાભારે બે શખ્સ હથિયારો મધ્યપ્રદેશથી લાવી સુરેન્દ્રનગર, બોટદ અને રાજકોટમાં વેચાણ કરતા હતા. ૧૦૦થી વધુ હથિયારો વેચાણ કર્યા હોવાનું ખુલ્યું હતુ. પોલીસે ૨૪ આરોપીઓ અને ૫૪ હથિયારો ઝડપી પાડ્યા છે. આ અંગે એટીએસએ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
સૌરાષ્ટÙમાં મોટા પાયે હથિયારોને હેરફેર સ્થાનિક પોલીસ નિસ્ક્રિયતાના કારણે ગુનેગારો બેફામ બન્યા હોવાની ચર્ચા છે. સાથે સાથે પેરોલ ફર્લો સ્કવોર્ડ નિસ્ક્રિય હોવાથી પેરોલ પર જમ્પ કરી ભાગી ગયા બાદ આરોપી રેકેટ ચલાવતો હતો.
અમદાવાદ એટીએસના ડીવાઇએસપી હર્ષ ઉપાધ્યાયને બાતમી મળી હતી કે લીમડી સબ જેલમાંથી પેરોલ જમ્પ કરી નાસતો ફરતો આરોપી દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુ તથા તેનો સાગરીત ચાંપરાજ ખાચર હથિયારોના જથ્થા સાથે અમદાવાદ શહેરના ગીતા મંદિર સ્ટેન્ડ તરફ ચાલતા જવાના છે. માહિતી આધારે એટીએસની ટીમો વોચમાં હતી. દરમિયાનમાં દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુ ભરત બોરીયા(રહે. મેઇન બજાર, સુદામણા ગામ, સુરેન્દ્રનગર) અને ચાંપરાજ માત્રાભાઇ ખાચર(રહે.મફતીયા પરા, થાન સુરેન્દ્રનગર) ને અટકાવી તેમની તપાસ કરી હતી. તેમની પાસેથી બે-બે દેશી બનાવટની પિસ્ટલ એમ કુલ ૪ નંબર મળી આવ્યા હતા. આરોપીની પુછપરછ કરતા બહાર આવ્યુ હતુ કે પિસ્ટલ મધ્યપ્રદેશમાં કુક્ષી જિલ્લાના બાગ ગામથી ખરીદીને લાવ્યા હતા અને વડોદરાના વનરાજ નામના શખસે મંગાવી હોવાથી તેને આપવા માટે જતાં હતા. આ અંગે એટીએસએ ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.
વધુ તપાસ કરતા આરોપીઓ અગાઉ પણ ૧૦૦ જેટલા ગેરકાયદે હથિયારોનો જથ્થો મધ્યપ્રદેશના ધાર ખાતેથી લાવી સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારમાં વેચણા કર્યા હતા. જેમાં સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટના કેટલાક ઇસમોને આપ્યા હતા. આ કેસની તપાસ હાથ ધરી નામ મેળવી ૨૪ કલાકમાં ૨૨ લોકોને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી ૫૦ હથિયારો કબ્જે કર્યા હતા. આરોપી દેવેન્દ્ર બોરીયા સામે સુરેન્દ્રનગરના સાયલા, ચોટીલા, બોટાદ ના પાળીયાદ પોલીસ સ્ટેશન ખાતે હથિયાર ધારા, ખૂનની કોશીષ, પ્રોહિબીશન જેવા ૪ ગુના નોધાયેલા છે. ચાંપરાજ સામે સુરેન્દ્રનગરના સાયલા, ચોટીલા અને થાનગઢ પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારા, ખૂનની કોશીષ, પ્રોહિબીશનના ૪ ગુના નોધાયેલા છે.
એટીએસએ બોટાદના ભગીરથ ફુલભાઇ ધાધલ, સત્યજીત અનક મોડા, અલ્પેશ માનસીંગ ડાંડોળીયા, ઉદયરાજ માત્રેશ માંજરીયા, દિલીપ દડુ ભાંભળા, કિરીટ વલફુ બારીયા,રવિરાજ બાબ ખાચર,રવિ માત્રા ખાચર, શક્તિ જેઠસુર બસીયા, નાગજી જેસીંગ સાંકળીયા, રમેશ રસીક ગોહિલ, સુરેશ દેવકુ ખાચર, અજીત ભુપત પટગીરને પકડી પાડ્યા હતા. સુરેન્દ્રનગરના મુકેશ રામજી કેરાલીયા, ભાવેશ દિનેશ મકવાણા, ચીરાગ મુકેશ જાદવ, ગુંજન પ્રકાશ ધામેલ, પ્રદિપ રણૂ વાળા, પ્રતાપ ભુપત ભાંભળા, વિનોદ નટુ વ્યાસને પકડી પાડ્યા હતા. રાજકોટના કિશોર બાવકુ ધાધલ, મહિપાલ ભગુ બોરીયાને પકડી પાડ્યા હતા. જાકે હજુ પણ દેવેન્દ્રએ કોને હથિયારો આપ્યા તેની પોલીસે તપાસ હાથ ધરી છે.