અમરેલી શહેરમાં આવેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા ગજેરા કેમ્પસ વિદ્યાસભા ખાતે વસંતોત્સવ-ર૦રપનું ભવ્ય આયોજન કરાયું છે. શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસમાં યોજાનાર આ કાર્યક્રમમાં વર્તમાન, ભૂતપૂર્વ સ્ટાફ અને સ્ટુડન્ટ તેમજ શિક્ષણપ્રેમી લોકોને ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અંદાજે ૧ર થી ૧પ હજાર લોકો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સિધ્ધી પ્રાપ્ત કરેલ હશે તેવા તેજસ્વી વિદ્યાર્થીઓ, રમતગમતમાં રાજય અને નેશનલ કક્ષાએ મેડલ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓ તેમજ વિશેષ સિધ્ધી પ્રાપ્ત કરેલ હોય તેવા વિદ્યાર્થીઓનું સન્માન કરાશે. કાર્યક્રમનાં મુખ્ય મહેમાન તરીકે સાંસદ પરશોત્તમભાઈ રૂપાલા, ભરતભાઈ સુતરીયા તેમજ તમામ ધારાસભ્યો અને સામાજીક-રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ રહેશે. કાર્યક્રમમાં સુરતથી ખાસ મહેમાન તરીકે અશોકભાઈ ગજેરા ઉપસ્થિત રહેશે. વિદ્યાસભા સંસ્થાને ૬૬ વર્ષ પૂર્ણ થતાં હોય આ કાર્યક્રમને ભવ્યથી ભવ્ય બનાવવા માટે કેમ્પસ ડાયરેકટર વસંતભાઈ પેથાણી તેમજ મંત્રી ચતુરભાઈ ખુંટ અને સ્ટાફગણ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.