સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે મૈનપુરીના ક્રિસ્ટીઓન મેદાનમાં જાહેરસભાને સંબોધિત કરી હતી આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી યોગી અને ભાજપ પર ભારે પ્રહારો કર્યા હતાં. સપા નેતાઓના નિવાસ પર આવકવેરા વિભાગના દરોડા પર અખિલેશે કહ્યું કે કાકા (શિવપાલ સિંહ યાદવ)ને સાથે લીધા તો તપાસ થવા લાગી.આગામી વિધાનસભા ચુંટણીમાં ભાજપને પોતાની હાર દેખાઇ રહી છે આથી દિલ્હીથી તપાસ અધિકારી મોકલે છે પરંતુ અમે સમાજવાદી ડરનારા નથી.

અખિલેશે કહ્યું કે કિસાનોએ લોકડાઉનમાં કામ કરી દેશની આર્થિક વ્યવસ્થા બચાવી છે.સપાની સરકાર બનવા પર કિસાનોના હિતોમાં કામ કરવામાં આવશે જેમની નોકરી છીનવાઇ છે તેમને સમ્માન મળશે.યોગી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે બાબાની સરકારમાં કાયદો વ્યવસ્થા ફેલ છે.૧૦૦થી ૧૧૨ કરી પોલીસનું કબાડ કરી દેવામાં આવ્યું છે ખાતરની ચોરી આ સરકારે કરી છે ભાજપના લોકો ગરીબોના હક પર લુંટ ચલાવી રહ્યાં છએ આ ઉપયોગી સરકાર નહીં અનુપયોગી સરકાર છે.નામ અને રંગ બદલનારી સરકાર છે.

અખિલેશ યાદવે કહ્યું કે ભાજપની સરકાર એકસપ્રેસવેના કિનારે મંડી બનાવવાનું કામ પુરૂ કરી શકી નથી. જેટલી મંડી સપા સરકારે બનાવી હતી તેટલી જ આજે છે.જે સડક નેતાજી(મુલાયમસિંહ યાદવ)એ આપી તે સડકોને પહોળી કરવામાં આવી નથી.તેમણે કહ્યું કે ભાજપની રેલી સરકારી રેલી હોય છે.સપાની રેલી જનતાની રેલી છે.જનતાએ ભાજપને હટાવવાનો નિર્ણય લીધો છે.આ એતિહાસિક રેલી બતાવી રહી છે કે ભાજપની એતિહાસિક હાર થશે

લખીમપુર કાંડને લઇ સપા પ્રમુખે યોગી સરકારથી સવાલ કર્યા કે સરકાર બતાવે કે લખીમપુરમાં બુલડોઝર કયારે ચાલશે.સૌથી વધુ માફિયા ભાજપમાં છે.પહેલા મુખ્યમંત્રી છે.જેમણે પોતાના કેસ પાછા લીધા.સપા પ્રમુખે કહ્યું કે અમે બધા જાતીય વસ્તી ગણતરી ઇચ્છીએ છીએ સપાની સરકાર બનશે તો ત્રણ મહીનાની અંદર જાતીય વસ્તી કરાવી બધાને વસ્તી અનુસાર હક આપીશું. જાહેરસભાને સંબોધન કર્યા બાદ અખિલેશે વિજય યાત્રાને એટા માટે રવાના કરી હતી આ પ્રસંગ પર સુહેલદેવ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રેમચંદ્ર કશ્યપ હાજર રહ્યાં હતાં