દેશના પ્રધાનમંત્રીએ કહેવાતા ગુજરાત વિકાસને સ્વયંઘોષિત “ગુજરાત મોડલ” નામ આપ્યુ અને ચુંટણીઓ જીતવા પુરા દેશમા તેનો રાજકીય વેપાર કર્યો,તેમા અમુક રાજ્યો ગુજરાત મોડલની પાછળ દોડવા પણ લાગ્યા જ્યારે આ બાજુ ગુજરાત મોડલનો ટેસ્ટ ચાખી ચુકેલા અમુક ગુજરાતીઓએ અમેરીકા તરફ દોડ મુકી.
કોંગ્રેસના પ્રવકતા મનહર પટેલે જણાવ્યું હતું કે સીબીપીના આંકડા કહે છે કે ૧ ઓકટોબર ૨૦૨૩ થી ૩૦ સપ્ટેબર ૨૦૨૪ દરમ્યાન કુલ ૯૦,૪૧૫ ભારતીયો અમેરીકામા અનઅધિકૃત રીતે ઘુસણખોરી કરતા પકડાયા અને તેમાથી ૫૦ % એટલે કે ૪૫,૦૦૦ ગુજરાતીઓ છે. જે ભાજપા સરકારની સૌથી મોટી ગુજરાત મોડલની ઉપલબ્ધી છે, જે રીતે દેશના અન્ય રાજ્યોએ ગુજરાત મોડલને અનુસરવાની તૈયારી કરી અને ગુજરાતીઓએ અમેરીકા તરફ ભાગવા લાગ્યા આને કહેવાય મોદીનો ૩૬૦ ડીગ્રી વાળો ગુજરાત વિકાસ.
૨૦૧૪ મા ગુજરાત મોડલનુ સપનુ જે રાજ્યોએ જોયુ તે આજે ગુજરાત બની ગયા.અને ભાજ્પા ઘોષિત મોડલ રાજ્ય ગુજરાતમા અનુપમ ખેરની છાપવાળી ૫૦૦ રુપિયાની નકલી નોટોનુ કરોડો રુપિયા લઈને સોનુ ખરીદવાની હિંમત કરી શકે છે, ગુજરાતમા હાઈવે રોડ ઉપર ટોલનાકાને સમાન્તર નકલી ટોલનાકા ઉભા કરીને કરોડો રુપિયાની કમાણી કરવાની હિંમત કરે છે, આ મોડલ રાજ્યમા સરકારી સિંચાઈ વિભાગની નકલી કચેરી ચાલતી પકડાય છે, નકલી શાળાઓ શરુ કરવાની હિંમત મોડલ રાજ્યમા લોકો કરે છે, આ બધુ મોદી પ્રેરિત ગુજરાત મોડલનો એક ભાગ છે. તમે સંભળ્યુ હશે કે બેન્કોને ચુનો લગાવીને બેન્કોને આત્મનિર્ભર કરીને વિદેશમા સ્થાય થયેલા મિકુલભાઇ ચોક્સી અને નિરવભાઇ મોદી પણ ગુજરાતી છે, મોડલ રાજ્યમા ઠગીઓ અને ધુતારાઓ ખુબ હિંમતવાન છે, તે પૈકીના નકલી જજે નકલી ન્યાયપાલીકા ઉભી કરીને વર્ષો સુધી નકલી ન્યાય પણ આ મોડલ રાજ્યને પીરસ્યો, આ બધુ ગુજરાત મોડલનો હિસ્સો છે.આમ ભાજપાની રાજ્ય સરકારમા આવા અનેક તેજસ્વી કિસ્સાઓના સરવાળા થકી ગુજરાતની સરકાર અને જનતાને કરોડો રુપીયાનો ચુનો લગાવનારાઓએ ગુજરાત મોડલની એક આગવી ઓળખ આપી છે અને આમ છતા મોડલ સરકાર એટલી ખાનદાન છે કે આ તમામની સરકારી દફતરે સરસ નોંધ પણ લેવાય છે.
આમ ગુજરાત એક મોડલ રાજયના ગુજરાતીઓને અનઅધિકૃત રીતે અમેરીકામા પ્રવેશવા કેમ મજબુર બની રહ્યા છે ? ગુજરાતના અશાસ્પદ વેપારીઓ અને વિદ્યાર્થીઓ પોતાના ધંધા-વેપારના સુરક્ષિત ભવિષ્ય ખાતર રાજ્ય છોડી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર તેમને રોકવામા કે તેની ચિંતા કરવામા સંપુર્ણ નિષ્ફળ ગઈ છે,આ મુદ્દે મારી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની રાજ્ય સરકારને વિનંતી છે કે આ મોડલ રાજ્યના વહેમમાથી ગુજરાતને બહાર કાઢી આશાસ્પદ વેપારીઓ અને યુવાધન બહાર જતુ અટકે તે દિશામા આયોજનો અને નિર્ણય લેવાય અને ગુજરાતની જનતાને રાજ્યના નિડર અને બાહોશ ઠગ,ધુતારા,ધોખાબાજા અને બેઈમાનોના કબજામાથી છોડાવીને ગરવી ગુજરાતનો સાચો પરિચય અપાવો.