જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશના ડોડા જિલ્લામાં સોશિયલ મીડિયા પોસ્ટને લઈને તણાવ વધી ગયો છે. તણાવ વધતા વહીવટીતંત્રે સમગ્ર વિસ્તારમાં કર્ફ્‌યુ લગાવી દીધો ભદરવાહ શહેરમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
બીજી તરફ કિશ્તવાડ જિલ્લામાં પણ ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. સાથે જ પોલીસે ભડકાઉ ભાષણ અંગે ગુનો નોંધ્યો છે. પોલીસ મીડિયા સેન્ટર જમ્મુએ કહ્યું છે
કે કાયદો પોતાના હાથમાં લેનારાઓને બક્ષવામાં આવશે નહીં. તેમને આકરી સજો કરવામાં આવશે. દેશની શાંતિ હરનારાઓને પાઠ ભણાવવો જરૂરી છે.
જમ્મુના ભદરવાહમાં એક મસ્જિદમાંથી ઉશ્કેરણીજનક જોહેરાતનો કથિત વીડિયો વાયરલ થયા બાદ વિસ્તારમાં તણાવ વધી ગયો છે. સાવચેતીના ભાગરૂપે આ વિસ્તારમાં કર્ફ્‌યુ લાદવામાં આવ્યો હતો. તે જ સમયે, ફ્લેગ માર્ચ કરવા માટે સેનાને બોલાવવામાં આવી હતી. મીડિયા અહેવાલો અનુસાર, અધિકારીઓએ જણાવ્યું છે કે ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા દ્વારા પયગંબર મોહમ્મદ પર કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં કથિત ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું હતું. તે જ સમયે, આ ભાષણની એક ટૂંકી ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
રિપોર્ટ અનુસાર બે અલગ-અલગ  નોંધવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર સ્થિતિ નિયંત્રણમાં છે. કિશ્તવાડ અને રામબન જિલ્લામાં સાવચેતીના ભાગરૂપે કર્ફ્‌યુ લાદવામાં આવ્યો છે અને ઇન્ટરનેટ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે. સાથે જ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે લોકોને શાંતિ અને વ્યવસ્થા જોળવવા અપીલ કરી છે. ઉધમપુરના લોકસભા સાંસદ જિતેન્દ્ર સિંહે કહ્યું કે ડોડા જિલ્લા મેજિસ્ટ્રેટ અને એસએસપી ભદરવાહમાં કેમ્પ કરીને સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.