વડનગર અને માઠવડ ગામમાં અંબુજા ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવતા મહિલા સશક્તિકરણ પ્રોજેક્ટ અંતર્ગત શ્રી સોરઠ મહિલા વિકાસ મંડળીની ૬૦૦ થી વધુ સ્વસહાય જુથની બહેનો સાથે દિવાળી સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશિષ્ટ અતિથિઓ તરીકે અંબુજા સિમેન્ટના કોમર્શિયલ હેડ વેદાંત મુલાણી, નેશનલ કોઓપરેશન ડેવલપમેન્ટના પ્રતિનિધિ રોહિત ખત્રી અને તેમની ટીમ અને ગામના સરપંચ અને ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ અંબુજા ફાઉન્ડેશનની ટીમ ઉપસ્થિત રહી હતી. વેદાંત મુલાણીએ મહિલાઓના સશક્તિકરણની મહત્વતાને પ્રકાશમાં રાખતાં સાહસિકતાઓ અને સામાજિક કાર્યમાં જોડાવા માટે મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતા.