રાજ્યના પ્રસિદ્ધ દામોદર કુંડ ખાતે આજે સોમવતી અમાસના પવિત્ર દિવસે મોટી સંખ્યમાં ભાવિકો ઉમટી પડ્યા હતા. દામોદર કુંડમાં સ્નાન કરી પોતાના પિતૃઓના મોક્ષ માટે પ્રાર્થના કરી હતી. જુનાગઢના દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણ માટે બારેમાસ ભાવિકો આવતા હોય છે અને અહીં સ્નાન કરી અને અહીં આવેલા પારસ પીપળે જળ ચડાવી પોતાના પિતૃના મોક્ષ માટે પ્રાર્થના કરતા હોય છે.
દામોદર કુંડના તીર્થ ગોર પ્રમુખ નીલેશ પુરોહિતે જણાવ્યું હતું કે, આ વખતે વર્ષમાં એક જ સોમવતી અમાસ આવતી હોય છે. ભાવિકોમાં અનેરો ઉત્હાસ જાવા મળ્યો હતો. અમાસ દર મહિને આવે છે પણ આવતી કાલથી શરુ થતો અધિક માસ અને તેના પહેલા આવતી સોમવતી અમાસનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે.
ત્રણ વર્ષ બાદ અધિક માસ આવે છે અને તેનું ખૂબ ધાર્મિક મહત્વ રહેલું છે. પવિત્ર શ્રાવણ માસ એટલે ભોળાનાથના માસ સાથે આ વર્ષે અધિક માસ એટલે ભગવાન વિષ્ણુનો માસ આવે છે. તેથી આ વર્ષે અદૂભુત ધાર્મિક સંયોગ હોય ભાવિકોમાં અનેરો ઉત્સાહ જાવા મળી રહ્યો છે.
જુનાગઢના દામોદર કુંડ ઉપર આવેલ રાધા દામોદર મદિરમાં જેના નામે આ અધિક માસનું મહત્વ છે. તેવા પૂર્ણ પુરુષોતમ અહીં બિરાજમાન છે અને વૈષ્ણવો અહીં ખૂબ મોટી સંખ્યમાં ઉમટે છે. કેમ કે, અહીં નરસી મેહતાના પિતાજીની શ્રાદ્ધ કૃષ્ણ ભગવાને નરસી મેહતાનું રૂપ ધારણ કરી કર્યું હતું એટલે પિતૃઓના મોક્ષ માટે અહીં સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે.
અહીં આવેલા પારસ પીપળા પર ભગવાન શ્રી કૃષ્ણએ જળ ચડાવેલ અને નરસી મેહતાના પિતૃઓના મોક્ષ માટે પ્રાર્થના કરી કરી હતી. આજે સોમવતી અમાસના દિવસે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા.