સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે પર જોખમી બાઇક સ્ટંટનો એક કિસ્સો સામે આવ્યો છે. વેરાવળના કાજલી યાર્ડ નજીક એક યુવકે બાઇક પર જીવલેણ સ્ટંટ કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. મીડિયા અહેવાલ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સ્ટંટ કરનાર યુવકને ઝડપી પાડ્‌યો છે.વાયરલ થયેલા ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે યુવક યામાહા બાઇક પર દોડતી વખતે સ્ટીયરિંગ પરથી બંને હાથ છોડી દે છે અને બાઇક પર ઊભો રહી સ્ટંટ કરે છે.