(એ.આર.એલ),સોમનાથ,તા.૧૫
સોમનાથ પ્રભાસ પાટણ મા અત્યારે ડિમોલેશ ચાલી રહેલ છે અને શંખ ચક્ર પાસે દેવીપૂજક વાસ આવેલ છે નડતર રૂપ મકાન આવેલ છે અને આ મકાન હટાવવા નગરપાલિકા દ્વારા માત્ર એક દિવસ ની નોટિસ આપી ધર ખાલી કરવા જણાવ્યું આ બાબતે દેવીપૂજક ભનુભાઇ કિરણભાઈ એ જણાવ્યું કે અમોને નગરપાલિકા દ્વારા માત્ર એક દિવસ નો સમય આપી મકાન ખાલી કરાવવા જણાવ્યું છે પરંતુ અમો ગરીબ લોકો એક દિવસ ની ટુંકી મુદત મા ધર કેવી રીતે ખાલી કરી શકીએ અમોને ૧૫ દિવસ જેવો નગરપાલિકા દ્વારા સમય આપે તો અમારા માલ સામાન નો હટાવી શકાય આ નગરપાલિકા દ્વારા આવા નિર્ણય થી દેવીપૂજક પરિવાર ટેન્શન મા આવી ગયેલ છે અને નગરપાલિકા દ્વારા વધુ સમય આપે તેવી માગણી કરેલ છે
પ્રભાસપાટણ સમસ્ત કોળી સમાજ ના પ્રમુખ લખમણભાઇ સોલંકી એ જણાવ્યું કે આ જમીન સોમનાથ ટ્રસ્ટ દ્વારા અમોને આપેલ છે અને તેમાં યુવાનો વર્ષો થી ગૌશાળા ચલાવી ગાયો ની સેવા કરે છે સોમનાથ ટ્રસ્ટ એક હિન્દુ ટ્રસ્ટ છે અને ભાજપ ની સરકાર પણ હિન્દુ અને ગાયો ની વાતો કરે છે તો આ બીમાર ગાયોને ની સેવા થતી હતી તેને શા માટે હટાવેલ તે મોટો પ્રશ્ન છે સોમનાથ ગૌશાળા ચલાવતા મિત્રો એ જણાવ્યું કે અમો વર્ષો થી ગાયો ની સેવા કરીએ છીએ અને આ તમામ ગોયો અમારા પરીવાર જેવી હતી અને આ ગાયોને નગરપાલિકા લય જતા અમો ગુંબજ દુઃખી છીએ.