વેરાવળ ડારી ટોલ પ્લાઝા પર આવેલ નિરાધારનો આધાર સંસ્થા દ્વારા ગત સાંજે આરતી બાદ બાબા અમરનાથની ગુફાનું આયોજન કરેલ. જેમાં વેરાવળ સીટી પોલીસ ઇન્સ્પેકટર ગૌસ્વામીજી સહિત સોમનાથમાં સ્ત્રી શક્તિને ‌ઉજાગર કરી લોકસેવા કરનારા મીનાબા જાદવની ટીમ મોદીના મહીલા મોરચા મહામંત્રી તરીકે વરણી થતાં તેમનું બીલીપત્ર અને ફોટો પ્રસાદી સાથે સન્માન કર્યું હતું. એક્સ આર્મીમેન મુકેશસિંહ ઝાલાનું અને સ્વ. સોની હીરાબેન પ્રભુદાસ સતીકુવર સેવા ટ્રસ્ટનું સન્માન કર્યું હતું. જેમાં પોલીસ ઇન્સ્પેકટર ઞૌસ્વામીએ જણાવ્યું હતું કે, સોમનાથ વેરાવળમાં પોલીસ સદાય તત્પર અને કોઈપણ પ્રકારની તકલીફો મુશ્કેલી સમયે મદદરૂપ થાય છે અને હંમેશા થતી રહેશે.