(૧) તમે અજાણ્યા માણસ સાથે વાત કરો છો?
વર્ષાબેન પંપાણિયા (રાજુલા)
કોઈ અજાણ્યું હોતું જ નથી. એકવખત અજાણ્યો જોઈને એક માણસ સાથે વાત કરી પણ એ દુરનો સાઢુભાઈ નીકળ્યો!
(૨) આપણે પાણી શું કામ પીએ છીએ?
નિદા નસીમ (ઉના)
કેમ કે આપણે પાણા નથી.
(૩) રેતીમાં થતો ભ્રષ્ટાચાર અટકાવવા સરકાર પોતે રેતી વેચવા લાગે તો ભ્રષ્ટાચાર અટકે કે નહીં?
રમેશભાઈ બી.મુંજપરા (અમરેલી)
ભાવ શું રાખવો? દસ રૂપિયે તગારું?!
(૪) માથી નાનો અક્ષર કેમ નથી હોતો અને માથી મોટો અક્ષર કેમ નથી હોતો?
મીતેશ સરવૈયા (બાબરા)
પહેલું ધોરણ ભણાવતા હોય એ શિક્ષકને પૂછો.
(૫) બેધ્યાન અને બેખબરમાં ફરક શું?
ડાહ્યાભાઈ આદ્રોજા (લીલીયા મોટા)
જો તમે આ જવાબ વાંચો પણ શું જવાબ આપ્યો એ ખબર ન હોય તો તમે બેધ્યાન કહેવાઓ પણ પંદર દિવસ પછી પૂછો કે મારો સવાલ કેમ ન આવ્યો તો તમે બેખબર કહેવાઓ.
(૬) કંકોત્રીમાં જમણવારની તારીખ જ નહોતી; શું કરવું?
પ્રવિણભાઇ હરણેશા (વાંડળિયા)
આવી સુવર્ણ તક હાથમાંથી જવા ન દેવાય. બે-ત્રણ ટાઈમ સહકુટુંબ જમવા પહોંચી જવાય.
(૭) સોફાને અંગ્રેજીમાં
આભાર – નિહારીકા રવિયા શું કહેવાય?
હાફીઝ રિયાઝ સેલોત (રાજુલા)
અંગ્રેજીનુંય અંગ્રેજી કરવાનું?!
(૮) અમુક લોકો કેમ બહુ વ્યસ્ત હોય છે?
પૂજા પ્રભુદાસ ગોંડલીયા (જસદણ)
કારણ કે એમને કાઈ કામ નથી હોતું!
(૯) ય્ઁજીઝ્ર માં પાસ થવું કેટલું સરળ? કેટલું અઘરું?
ગરૈયા મનિષા એ. (દરેડ)
સાવ સરળ છે. એમાં આ કોલમ જેવા અઘરા સવાલ નથી આવતા!
(૧૦) શિયાળામાં જ કેમ અડદિયા, ચીક્કી એવું બનાવવામાં આવતું હશે ?
પિનલ મિરોલિયા (બાબરા)
ઉનાળામાં કેરી કોઈનો વારો નથી આવવા દેતી.
(૧૧) ડોક્ટર ઇન્જેક્શન આપે એ પહેલાં આકાશ તરફ પિચકારી કેમ મારે છે?
મહેન્દ્ર મકવાણા સોખડા રાધુ (કરજણ વડોદરા)
નેટ પ્રેક્ટિસ!
(૧૨) એવું કયું ઝાડ છે જેમાં લાકડી નથી હોતી?
જયેશ રાઠોડ (બાબરા)
આ ઉખાણું કોઈક નિશાળીયા છોકરાંને પૂછજો. છોકરું રાજી થશે.
(૧૩) સરકારી નોકરી મેળવવી કેમ અઘરી છે?
ઋતા લીંબાસીયા (પાનસડા)
કેમ કે એ કરવી સહેલી છે!
(૧૪) આપણા પૂર્વજોએ આંકડા અને ધતુરા જેવી વનસ્પતિની શાકભાજી તરીકે ટ્રાય કરી હશે કે એમ જ ખબર પડી ગઈ હશે કે આ ના ચાલે ?
કનુભાઈ પરમાર (દામનગર)
ગૂગલમાં સર્ચ કરીને જાણી લીધું હશે.
(૧૫) યે ઈલુ ઈલુ ક્યા હૈ, યે ઈલુ ઈલુ?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
યે મૌસમ કા જાદુ હૈ મિતવા..!
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..