કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના અંગત સચિવ પીપી માધવન વિરુદ્ધ દિલ્હીમાં બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ માધવન પર લગ્ન અને નોકરીના બહાને દલિત મહિલા પર બળાત્કાર કરવાનો આરોપ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર મહિલાના પતિનું મૃત્યુ વર્ષ ૨૦૨૦માં થયું હતું. તે દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયમાં પાર્ટીના હો‹ડગ્સ લગાવતા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીના ઉત્તમ નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પીપી માધવન પર મહિલાને નોકરી અપાવવાના નામે ઘણી વખત રેપ કરવાનો આરોપ છે. પીડિતાએ પ્રાઈવેટ સેક્રેટરી વિરુદ્ધ નોકરી અને લગ્નના બહાને બળાત્કારનો આરોપ લગાવતા કેસ દાખલ કર્યો છે. પોલીસે બળાત્કારની કલમ ૩૭૬ અને જોનથી મારી નાખવાની ધમકી આપવાની કલમ ૫૦૬ હેઠળ કેસ નોંધ્યો છે.
મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર પીડિતાએ ૨૬ જૂને જ પોલીસમાં રેપનો કેસ નોંધાવ્યો હતો. પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે તે વિધવા છે અને તેનો પતિ કોંગ્રેસ કાર્યાલયમાં હો‹ડગ્સ લગાવતા હતો, જેનું વર્ષ ૨૦૨૦માં મૃત્યુ થયું હતું. મહિલાએ આરોપ લગાવ્યો છે કે પીપી માધવને તેની સાથે ઘણી વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા. જોકે માધવને મહિલાના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.