ભારતીય રાષ્ટીય કોંગ્રેસ પાર્ટી આજે એટલે કે ૨૮મી ડિસેમ્બરે તેનો ૧૩૭મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આ પ્રસંગે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ કોંગ્રેસ મુખ્યાલય પહોંચ્યા હતા. અહી સોનિયા ગાંધીએ પાર્ટી હેડક્વાર્ટરમાં ધ્વજ ફરકાવી રહ્યા હતા તે દરમ્યાન જે થયુ તે જાયુ તમે પણ ચોંકી જશો. સોનિયા ગાંધીએ પાર્ટી હેડક્વાર્ટરમાં ધ્વજ ફરકાવવા દોરડું ખેંચ્યું ત્યારે ધ્વજ બરાબર ન બંધાયો હોવાને કારણે નીચે પડી ગયો હતો. જાકે, ધ્વજ જમીન પર પડ્યો ન હતો અને બાદમાં ધ્વજ ફરકાવ્યા વગર જ રાષ્ટીગીત ગાવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર, ધ્વજ ફરકાવવાની કવાયત ચાલુ રહી. પોલ પર ચઢવાના બે નિષ્ફળ પ્રયાસો થયા હતા. આ પછી બીજા નાનો પોલ લાવવામાં આવ્યો અને પછી એક સીડી લગાવવામાં આવી. ઘણી મહેનત બાદ ધ્વજ પોલ પર લગાવી શકાયો અને સોનિયા ગાંધીએ ફરીથી ધ્વજ ફરકાવ્યો. જા કે આ પહેલા પણ સોનિયા ગાંધી, પવન બંસલ અને કેસી વેણુગોપાલે સાથે મળીને પાર્ટીનો ઝંડો હાથમાં પકડી રાખ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્‌વીટ કરીને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્‌વીટ કર્યું કે, કોંગ્રેસ એવી પાર્ટી છે જેણે દેશમાં લોકશાહીની સ્થાપના કરી. ૨૮ ડિસેમ્બર, ૧૮૮૫નાં રોજ દેશનાં વિવિધ પ્રાંતોનાં રાજકીય અને સામાજિક વિચારધારાનાં લોકો મુંબઈનાં ગોકપલદાસ સંસ્કૃત કોલેજનાં મેદાનમાં એક મંચ પર એકઠા થયા હતા. આ રાજકીય એકતા એક સંગઠનમાં ફેરવાઈ જેનું નામ કોંગ્રેસ રાખવામાં આવ્યું. કોંગ્રેસ પાર્ટીનાં પ્રથમ અધ્યક્ષ શ્રી ઉઝ્ર બેનર્જી હતા.