નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નોટિસ મોકલી છે. એવો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતાઓ અભિષેક મનુ સિંઘવી અને રણદીપ સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ દાવો કર્યો છે.
અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે સોનિયા ગાંધીને ૮ જૂને ઈડી દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. તે જ સમયે, રણદીપ સુરજેવાલાએ કહ્યું કે તેઓ આ નોટિસથી ડરશે નહીં, ઝૂકશે નહીં અને છાતી ઠોકીને લડશે. સિંઘવીએ કહ્યું કે ૮ જૂને સોનિયા પૂછપરછમાં સામેલ થશે.
સિંઘવીએ કહ્યું, ‘ઈડીએ ૮ જૂને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને પૂછપરછ માટે બોલાવ્યા છે. સોનિયા ચોક્કસપણે આ તપાસમાં સામેલ થશે. રાહુલ હાલ વિદેશ ગયા છે. જા તે ત્યાં સુધીમાં પાછા આવશે, તો તે જશે. અન્યથા ઈડ્ઢ પાસેથી વધુ સમય માંગવામાં આવશે.
પ્રેસ કોન્ફરન્સમાં રણદીપ સુરજેવાલાએ ઈડીને ઘેરી હતી. તેમણે કહ્યું કે સમગ્ર ષડયંત્ર પાછળ પીએમ છે અને ઈડી તેમની ‘પાલતુ’ એજન્સી છે. સુરજેવાલાએ કહ્યું કે મોદી સરકાર બદલાની ભાવનામાં આંધળી બની ગઈ છે. તેણે ઈડીની નોટિસને નવી કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવી છે. સુરજેવાલાએ કહ્યું કે નેશનલ હેરાલ્ડ ૧૯૪૨નું અખબાર હતું. તે સમયે બ્રિટિશ સરકારે તેને દબાવવાનું કામ કર્યું હતું. હવે મોદી સરકાર ઈડ્ઢનો ઉપયોગ કરીને આ કામ કરી રહી છે.