રાજ્યના મોટા શહેરોની જેમ ગામડાઓમાં પણ મૈત્રી કરારનું ચલણ વધી રહ્યું છે. આ અંગે ક્યારેક માથાકૂટ પણ થતી હોય છે. લાપાળિયા ગામના યુવકે સોનારિયા ગામના યુવકની પત્ની સાથે મૈત્રી કરાર કર્યા હતા. જેની અદાવતમાં તેના પર ધારિયા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. બનાવ અંગે લાપાળિયા ગામે રહેતા રાજુભાઈ જીવાભાઈ ગીડા (ઉ.વ.૨૮)એ સોનારીયા ગામે રહેતા હરેશભાઈ બાલાભાઈ દાદુકીયા સામે ફરિયાદ કરી હતી. જે મુજબ રાજુભાઈએ હરેશભાઈની પત્ની સાથે દોઢેક વર્ષ પહેલા મૈત્રી કરાર કર્યો હતો. જેનું મનદુઃખ રાખી, તેઓ બે દિવસ પહેલા સાંજે સાડા પાંચ વાગ્યે બાઇક લઈને લાપાળીયાથી ચરખા ગામ જતા હતા ત્યારે સોનારીયા ગામે હરેશભાઈએ તેમના માથામાં ધારીયાના બે ઘા માર્યા હતા. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ એન.બી.ગોહિલ વધુ તપાસ કરી રહ્યા છે.