સોનમ કપૂરની ઘણી તસવીરો સામે આવી છે જેમાં તે બહેન રિયા કપૂરની સાથે લંડનમાં એન્જાય કરતી નજર આવે છે.આ તસવીર રિયાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. સોનમ કૂપર જલ્દી જ મા બનવાની છે. એક્ટ્રેસ તેનાં પહેલાં બાળકને જન્મ આપશે. લેટેસ્ટ તસવીરોમાં એક્ટ્રેસ રિયા અને તેનો પતિ કરન બુલાની સાથે ફરતા નજર આવે છે. જેમાં તેનું મેટર્નિટી લૂક કેટલાંક લોકો પંસદ કરી રહ્યાં છે તો કેટલાંકને તે નકરુ શા ઓફ લાગે છે. સોનમ કપૂર ફોટોમાં બ્લેક કલરની બ્રા અને ઓવરકોટમાં નજર આવે છે. આ ઓવર કોટનાં બટન ખુલ્લા છે જેથી તેનાં પેટનો ઉભાર સ્પસ્ષ દેખાય છે. તે ફોટોમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજર આવે છે જે ખુબજ આકર્ષક છે. સોનમ કપૂર જલ્દી જ મા બનવાની છે. એક્ટ્રેસ તેનાં પહેલાં બાળકને જન્મ આપશે. લેટેસ્ટ તસવીરોમાં એક્ટ્રેસ સોનમ તેની બહેન રિયા અને તેનાં પતિ કરન બુલાનીની સાથે ફરતી જોવા મળી રહી છે. આ તસવીરોને અત્યાર સુધીમાં ૩૨ હજોરથી વધુ લાઇક્સ મળી ગઇ છે. સોનમ કપૂરે ફેન્સ તરફથી મળી રહી છે મિક્સ કમેન્ટ્‌સ- ફોટોઝ જોઇને નેટિજન્સ કમેન્ટની ભરમાર કરી રહ્યાં છે. કોઇને આ ફોટોશૂટ ખુબજ વ્હાલુ લાગ્યું, તો એકે આ ફોટોઝ પર કમેન્ટ કરતાં લખ્યું કે, ‘૩ ક્યૂટી’ તો એક યુઝર લખે છે, ‘લાગે છે છોકરો જ આવશે.’ તો અન્ય એક યુઝરે લખ્યું છે, ‘નવાઇની મા બનવાની છે તે આવા દેખાડા કરે છે શરમ નથી આવી.’ અન્ય એકે લખ્યું છે, ‘તારા કરતાં તો રોડ પર કામ કરતાં મજૂરો સારા.. તે મા બનવાનાં દેખાડા નથી કરતાં. તો સોનમનાં કપડાં જોઇને એકે કમેન્ટ કરી કે, ‘તારા કપડાં અને સ્ટાઇલે તો પોપ સિંગર રિહાનાની યાદ અપાવી દીધી. ‘ આપને જણાવી દઇએ કે, રિહાના પણ તેની પ્રેગ્નેન્સી દરમિયાન આ પ્રકારે ફોટોશૂટ કરાવતી હતી જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થયા હતાં. આપને જણાવી દઇએ કે, રિહાના પણ તેની પ્રેગ્નેન્સી દરમિયાન આ પ્રકારે ફોટોશૂટ કરાવતી હતી જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થયા હતાં. રિયા તેની ટ્રિપ દરમિયાન ફૂડની તસવીરો પણ શેર કરતી હતી. તેણે લંડનમાં સોનમનો જન્મ દિવસ પણ ઉજવ્યો હતો. આપને જણાવી દઇએ કે, સોનમ અને આનંદનાં લગ્ન મે, ૨૦૧૮માં થયા હતા. એક્ટ્રેસે આ વર્ષે માર્ચ મહિનાની શરૂઆતમાં સોશિયલ મીડિયા પર તેની પ્રેગ્નેન્સીની માહિતી આપી હતી. રિયા હાલમાં બહેન સોનમ કપૂર સાથે લંડનમાં છે અને તેની સાથે ક્વોલિટી સમય વિતાવી રહી છે.