બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરના સસરા હરીશ આહુજાએ લંડનના નોટિંગ હિલમાં આઠ માળનું રેસિડેન્શીયલ કોન્વેન્ટ ખરીદ્યું છે. તેણે આ ડીલ માટે ૨૭ મિલિયન ડોલર ચૂકવ્યા છે. તે આ વર્ષના સૌથી મોટા બ્રિટિશ હાઉસિંગ ડિલ પૈકીની એક છે. બ્લૂમબર્ગના રીપોર્ટ અનુસાર ૨૦,૦૦૦૦ સ્ક્વેર ફુટથી વધુ જગ્યામાં ફેલાયેલી આ સંપતિ કંસિંગ્ટન ગાર્ડન માત્ર થોડી દુરી પર જ છે. પેહેલા તેની માલિકી યૂકે રજિસ્ટર્ડ ચૈરિટી એન્ડ રીલિઝિયન્સ ઓર્ડર પાસે હતી.
તમને જણાવી દઇએ કે હરીશ આહૂજા ગારમેન્ટ અને અપૈરલનો બિઝનેસ કરતી કંપની શાહી એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના માલિક છે. કંપની યુનિક્લો. ડીકૈથલોન એચએન્ડએમ જેવી ઇન્ટરનેશનલ બ્રાન્ડને સપ્લાઇ કરે છે. તેના ૫૦ થી વધુ મેન્યફેક્ચરીંગ યુનિટ છે. અને ૧૦૦, ૦૦૦ થી વધું લોકોને કંપની રોજગારી આપે છે. હરીશ આહુજાના પુત્ર આનંદ શાહી એક્સપોર્ટ્સમાં ડિરેક્ટર છે અને પોતાની રિટેલ કંપની પણ ચલાવે છે.
આનંદ આહુજાએ બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર સાથે લગ્ન કર્યા છે. સોનમે લગભગ ૨ ડઝન ફિલ્મોમાં કામ કર્યું છે અને તેના પિતા અનિલ કપૂર પણ ફેમસ એક્ટર છે. આનંદ અને સોનમને એક પુત્ર પણ છે. હવે આ કપલ લંડન શિફ્ટ થવાનું વિચારી રહ્યું છે. સોનમ કપૂર ઘણા સમયથી પડદા પર જોવા મળી નથી. તાજેતરમાં સોનમ કપૂરે કહ્યું હતું કે હું આવતા વર્ષની શરૂઆતમાં સેટ પર પરત ફરીશ. જાણકારી અનુસાર, આ વૈશ્વીક પ્લેટફોર્મ પર સ્ટ્રીમિંગ પ્રોજેક્ટ હશે.
બ્રોકર હેમ્પટન ઈન્ટરનેશનલના ડેટા અનુસાર ભારતીયો લંડનમાં સતત પ્રોપર્ટી ખરીદી રહ્યા છે. ૨૦૧૯ અને ૨૦૨૩ ની વચ્ચે ડીલને કારણે ભારતીયો દ્વારા ખરીદવામાં આવેલા પ્રાઇમ સેન્ટ્રલ લંડનના ઘરોનો હિસ્સો ૩% વધ્યો, જે એક રેકોર્ડ છે. તાજેતરમાં, ઉદ્યોગપતિ રવિ રુઈયાએ ફ્ર૧૧૩ મિલિયનની કિંમતની હવેલી ખરીદી હતી જે રીજન્ટ્સ પાર્કની સામે છે. દરમિયાન, ભારતીય વેક્સિન ઉદ્યોગપતિ અદાર પૂનાવાલાએ મેફેયર હવેલી માટે ફ્ર૧૩૮ મિલિયન ચૂકવ્યા હતા.