સોખડા હરિધામ મંદિરની સત્તા અને ગાદીના વિવાદ મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન પ્રબોદ સ્વામી જૂથે સમયની માંગ કરતા પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથ તરફથી વિરોધ કરવામાં આવ્યો હતો. કોર્ટના વચગાળાના હુકમથી નિર્ણયનગર અને બાકરોલમાં સંતો તેમજ સાધ્વીઓના રોકાણની વ્યવસ્થા હટાવવા પ્રેમ સ્વરૂપ સ્વામીએ માંગ કરી છે.
આ મામલે કોર્ટે પ્રબોધ સ્વામી જૂથને છેલ્લી તક આપી છે. કોર્ટે જણાવ્યું કે ૧૧ જુલાઇ સુધી સંતો અને સાધ્વીઓ જ્યાં છે ત્યાં રહી શકશે. કોર્ટે કહ્યું કે હેબિયસ કોર્પ્સ પિટિશનના કાર્યક્ષેત્ર પ્રમાણે સંતો અને સાધ્વીઓને ગેરકાયદેસર અટકાયતમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે આથી હવે આ અરજી ચાલુ રાખવાનો અર્થ નથી. સમગ્ર મામલે વધુ સુનાવણી ૧૧ જુલાઇના રોજ હાથ ધરાશે.