સોમવારની સાંજ કરીના કપૂર અને સૈફ અલી ખાને બંને દીકરા તૈમૂર અને જેહ સાથે પસાર કરી હતી. તેમની સાથે કેટલાક મિત્રો પણ જોડાયા હતા. પટૌડી પરિવારે સોમવારે સાંજે કરેલી મસ્તી-મજોકની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં સૈફ વ્હાઈટ પ્રિન્ટેડ ટી-શર્ટ અને ઓરેન્જ શોર્ટ્‌સમાં ડેશિંગ લાગી રહ્યો છે તો બીજી તરફ કરીના કપૂર વ્હાઈટ શર્ટ અને ડેનિમ શોર્ટ્‌સમાં સુંદર લાગી રહી છે. આ સિવાય તસવીરોમાં તૈમૂર અને જેહની પણ ઝલક જોવા મળે છે. સોમવારે કરીના અને સૈફે સોહા અલી ખાન અને કુણાલ ખેમૂની પહેલી બૂક ‘ઈન્ની એન્ડ બોબો ફાઈન્ડ ઈચ અધર’ લોન્ચિંગગમાં હાજરી આપી હતી. જે બાદનો સમય પરિવાર સાથે પસાર કર્યો હતો. કરીના કપૂર અને સૈફ અલી ખાનની ખાસ મિત્ર એલેક્ઝેન્દ્રા ઘણીવાર તેમની સાથે ડિનર લે છે. સોમવારે પણ તે કપલના ઘરે પહોંચી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર કરીના, તૈમૂર, જેહ અને સૈફની તસવીરો શેર કરી છે. જેમાંથી એક તસવીરમાં સૈફ અને તૈમૂર પૂલ પાસે પોઝ આપી રહ્યા છે. બાથરોબમાં તૈમૂર ક્યૂટ લાગી રહ્યો છે. તો એક તસવીરમાં કરીના ખાવામાં વ્યસ્ત દેખાઈ છે, તો તૈમૂરના એક્સપ્રેશન જોવા જેવા છે. તેણે જે તસવીરો શેર કરી છે, તેમાંથી કોઈએ એકે ધ્યાન ખેંચ્યું હોય તો તે છે, કરીના કપૂરની જેહ સાથેની તસવીર. આ તસવીરમાં કરીના જેહને બૂક રિડિંગ કરાવી રહી છે, તો જેહનું ધ્યાન કેમેરા તરફ છે. વ્હાઈટ ટીશર્ટમાં તે ક્યૂટ લાગી રહ્યો છે. તસવીરના કેપ્શનમાં લખ્યું છે ‘અમેઝિંગ અમ્મા’. બૂક લોન્ચિંગગ બાદ કરીના કપૂરે નણંદ સોહા અલી ખાન અને નણંદોઈ સોહા અલી ખાનને ઘરે ડિનર માટે બોલાવ્યા હતા. જેની તસવીર એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે અને સાથે લખ્યું છે ‘બેસ્ટ ક્રૂ’. વર્ક ફ્રંટની વાત કરીએ તો, કરીના ખૂબ જલ્દી એક્ટર જયદીપ અહલાવત અને વિજય વર્મા સાથે વેબ સીરીઝમાં ડેબ્યૂ કરવાની છે. તેની પાસે હંસલ મહેતાની અનટાઈટલ્ડ ફિલ્મ પણ છે. આ સિવાય કરીના કપૂરની આમિર ખાન સાથેની અપકમિંગ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની રાહ જોવાઈ રહી છે. જે ૧૧ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ રિલીઝ થવાની છે.