બાલીવુડ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહે લગ્ન જીવનના ૧૩ વર્ષ પછી છૂટાછેડા કરી લીધા હતા. તેમને બે બાળકો સારા અને ઈબ્રાહિમ છે, છૂટાછેડા પછી બંને તેમની માતા સાથે રહે છે. તાજેતરના સમયમાં સૈફ સાથે સંબંધિત એક કિસ્સો વાયરલ થઈ રહ્યો છે, જે તેની પુત્રી સારા અલી ખાને એક ચેટ દરમિયાન સંભળાવ્યો હતો. તાજેતરમાં, સારા અલી ખાન ‘ફીટ અપ વિથ ધ સ્ટાસની બીજી સીઝનમાં જોવા મળી હતી, જેમાં તે માતા – પિતા અને તેની એક કોમન ફ્રેન્ડ નીલુ મર્ચન્ટ સાથે થયેલી ટીખળની રમુજી વાર્તા કહેતી જોવા મળી હતી. તેણે કહ્યું કે આ ટીખળમાં કંઈક આવું જ થયું છે. જેમાં એક ટીખળ ઘટનામાં ફેરવાઈ શકે છે, તેણે કહ્યું કે આ ટીખળના કારણે તેની માતા અમૃતા સિંહને અસલી ગોળી લાગી શકી હોત. તેણે કહ્યું કે એકવાર તેના પિતાના કારણે તેની માતા અમૃતા સિંહને ગોળી લાગતા બચી ગઈ હતી અને આ બધું સૈફની બેદરકારીના કારણે થયું. એક ઈન્ટરવ્યુમાં સારા અલી ખાને આ ઘટના અંગે ઉલ્લેખ કર્યો હતો જ્યારે તેના પિતા સૈફે તેની માતા અમૃતા સિંહને એક રૂમમાં એકલી છોડી દીધી હતી અને તેને ગોળી લાગવાની જ હતી. સારાએ કહ્યું, જ્યારે મારી માતા અને મારા પિતાએ લગ્ન કર્યા, ત્યારે તેઓએ એક વખત સાથે મળીને તેમના સામાન્ય મિત્ર નીલુ મર્ચન્ટને તેમના ચહેરા પર બૂટ પોલિશ લગાવીને ડરાવવાનું નક્કી કર્યું. છેલ્લી ઘડીએ મારા પિતાએ દરવાજો ખોલ્યો અને માતાને અંદર ધકેલી દીધી (નીલુ મર્ચન્ટના રૂમમાં) અને બહારથી દરવાજો બંધ કરી દીધો. તેથી હવે મારી માતા નીલુ મર્ચન્ટના બેડરૂમમાં હતી, નીલુ મર્ચન્ટના પતિએ મારી માતાને ગોળી મારી જ દીધી હોત, પરંતુ મારી માતાએ હાથ ઊંચો કરીને બૂમ પાડી, શૂટ કરશો નહીં, હું ડીગ્ગી છું (અમૃતા સિંહનું હુલામણું નામ ડીગ્ગી છે). આ દરમિયાન એવું બન્યું કે, તેની ફ્રેન્ડ તેના રૂમમાં સૂતી હતી, અચાનક તેની ફ્રેન્ડ બુટ પોલિશ કરેલો ચહેરો જોઈને રડવા લાગી, તે સમયે તેની ફ્રેન્ડના પતિએ તેની પત્નીની ચીસો સાંભળી અને તેની બંદૂક બહાર કાઢી અમૃતા સામે તાકી દીધી હતી. સારા આગળ જણાવે છે કે તે પણ કોઈની સાથે આવી ટીખળ કરવા માંગે છે, તેણે કંઈક આ રીતે કહીને પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી “મારી માતા અને પિતાના ચહેરા પરના બુટ-પોલિશ દ્રશ્ય મારા મગજમાં ફરતું રહે છે. હું માનું છું કે, જો તમે મને અને મારા માતા-પિતાને જોણતા હશો, તો તમે બરાબર જોણતા હશો કે હું કોની વાત કરી રહી છું, કારણ કે હું પણ એ જ કરવાની છું.