જમ્મુ-કાશ્મીરના કુલગામના અસમુજી વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર કર્યો છે. બાતમીના આધારે સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ઓપરેશન દરમિયાન, સુરક્ષા દળોએ વિસ્તારમાં બે આતંકવાદીઆને ઘેરી લીધા, ત્યારબાદ આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો. જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ ૧ આતંકીને ઠાર કર્યો છે
જમ્મુ-કાશ્મીરમાં આતંકનો ઓછાયો પુરો થવાનુ નામ નથી લેતો. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વારંવાર ઘુષણખોરી કરતા હોય છે. જો કે ભારતીય સેના પણ આ આતંકવાદીઓને જવાબ આપવા કડક કાર્યવાહી કરતી હોય છે. જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ભારતીય સેનાએ આવી જ કાર્યવાહી કરી છે. જમ્મુ-કાશ્મીરના કુલગામના અસમુજી વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે.
અગાઉ પણ આતંકવાદીઓ અનેક વાર ભારતીય સેનાને નિશાન બનાવતી આવી છે. આતંકવાદી હુમલાઓમાં આપણે ઘણા ભારતીય જવાનોને ગુમાવ્યા પણ છે જો કે આતંકવાદી મામલાઓમાં હવે કડકમાં કડક પગલા લેવામાં આવી રહ્યા છે.