ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ માહોલ વચ્ચે, મુસ્લિમ સેવા સમાજે માનવતા અને એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમાજના મોભીઓ હાજી ફારુક મોલાના, પટેલ અફઝલ સાહેબ અને મોલાના સરફરાઝ અહેમદ નૂરીના નેતૃત્વ હેઠળ, મોટી સંખ્યામાં મુસ્લિમ યુવાનો અને ય્દ્ગઇહ્લ ટીમના સભ્યોએ રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. વહેલી સવારથી જ વહીવટી તંત્ર સાથે સહકાર સાધીને આયોજિત આ શિબિરમાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો અને ભારતીય સૈનિકો તેમજ જરૂરિયાતમંદ નાગરિકો માટે રક્તદાન કર્યું હતું. આ કાર્યક્રમ દ્વારા મુસ્લિમ સેવા
સમાજે પ્રેમ અને ભાઈચારાનો મજબૂત સંદેશો આપ્યો છે, જે દેશની એકતા અને અખંડિતતાને વધુ બળ પૂરું પાડે છે.