દેશના સૈનિકો દેશની સુરક્ષા ઉપરાંત કુદરતી પ્રકોપ સમયે તેમજ નાગરિકોની સેવા બજાવવા માટે સદા અગ્રેસર રહેતા હોય છે ત્યારે સૈનિકો પ્રત્યે ઋણ અદા કરવા માટે કે.કે.પારેખ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ નવતર અભિગમ અપનાવ્યો છે. અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે. પારેખ કોમર્સ કોલેજના વિદ્યાર્થી ભાઇ-બહેનોએ સૈનિકો પ્રત્યે સન્માનની લાગણી વ્યક્ત કરવા માટે ધ્વજદિન ભંડોળમાં રૂ.૬પર૧ જેટલી રકમ એકત્ર કરી વિદ્યાર્થીઓએ જમા કરાવી હતી. આ કાર્યમાં પ્રિન્સીપાલ ત્રિવેદી, પ્રા.જે.એમ. તળાવીયા, મહેશભાઇ પટેલ, નરેશભાઇ પટેલ સહિતનાઓએ પ્રોત્સાહિત કર્યા હતાં.