સાંતેજમાં ૩ વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યા કેસમાં ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આરોપી વિજય ઠાકોરને દોષિત ઠેરવ્યો છે. છેલ્લાં શ્વાસ સુધી કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપી વિજય ઠાકોરને આજીવન કેદની કોર્ટે ફટકારી છે. ૩૬૩ માં ૭ વર્ષની સજા અને દંડનું એલાન કરવામાં આવ્યું છે. ૩૬૬ માં ૧૦ વર્ષની સજા અને ૩ હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવ્યું છે. આરોપીને ૩૦૨ માં આજીવન કેદની સજા ફટકારાઇ છે. ૩૭૬ એ (મ્) માં આજીવન સજા ફટકારાઇ છે. ૪૪૯ માં ૧૦ વર્ષની સજા અને ૩ હજાર દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે ૨૦૧ મુજબ ૨ વર્ષની કેદ અને ૨ હજાર રુપિયાનો દંડ આરોપીને ફટકારવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, પોલીસે આરોપી વિજય ઠાકોર વિરુદ્ધ લોકલ ક્રાઇમ બ્રાંચે માત્ર આઠ દિવસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આરોપી વિજય ઠાકોરે છ વર્ષની બાળકીનું અપહરણ કર્યા પછી દુષ્કર્મ કરી બીજા દિવસે પણ ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરીને હત્યા કર્યા પછી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું.
લોકલ ક્રાઇમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ સ્થાનિક પોલીસની સંયુક્ત ઓપરેશન હાથ ધરીને વાંસજડા ગામના વિજય પોપટજી ઠાકોરને ઝડપી પાડ્યો હતો અને બાદમાં કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતાં. જેમાં આરોપી વિજયે ૧૦ વર્ષની બાળકી ઉપર પણ દુષ્કર્મ આચર્યું હોવાની કબૂલાત કરી હતી.
આરોપી વિજયે અગાઉ વડસર, કલોલ, કડી અને સાંતેજમાં મહિલાઓ ઉપર જીવલેણ હુમલો કરીને સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી હોવાની કબૂલાત કરી હતી.૫ નવેમ્બરે રાત્રે સાંતેજમાં શ્રમજીવી પરિવારની બાળકી પરિવાર સાથે સૂતી હતી ત્યારે આરોપી વિજય ઠાકોર નામનો શખ્સ બાળકીને લઈ ગયો હતો. જે બાદ બાળકીની લાશ મળી આવી હતી. બનાવની જાણ થતાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ૩ વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યા થઈ હોવાનો ખુલાસો થતાં રાજ્યભરમાં ચકચાર મચી ગઈ હતી.