બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનનો સ્વભાવ ગુસ્સાવાળો છે એ વાત જગજાહેર છે. હાલમાં જ સલમાન ખાનના એક ચાહકને તેના ગુસ્સાનો પરચો મળ્યો હતો. ફેન પર ગુસ્સે થઈ રહેલા સલમાનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બન્યું એવું કે, સલમાન ખાન હાલમાં જ તેની ફિલ્મ ‘અંતિમઃ ધ ફાઈનલ ટ્‌ર્થ’ના પ્રમોશન માટે નીકળ્યો હતો. સલમાન ખાન પ્રમોશન માટે આવવાનો હતો ત્યારે મીડિયાના ફોટોગ્રાફર્સ પહેલાથી જ તેની રાહ જાઈને ઊભા હતા. સલમાન તેમને પોઝ આપી રહ્યો હતો ત્યારે એક ચાહક તેની સાથે સેલ્ફી લેવા માટે આવ્યો હતો. સલમાને તેને ફોટો પડાવતો રોક્યો નહીં અને તેની સાથે પોઝ આપ્યા પરંતુ તે ફેનને તો સેલ્ફી લેવામાં વધારે રસ હતો. સલમાનને આ ચાહકને કહ્યું કે તેઓ (ફોટોગ્રાફર્સ) ફોટો પાડી રહ્યા છે. સામે કેમેરામેને પણ કહ્યું કે, તેઓ ફેન સાથેની તસવીર ક્લિક કરે છે. જાકે, આ ફેન માન્યો નહીં અને પોતાનો મોબાઈલ કાઢીને સેલ્ફી માટે એંગલ સેટ કરવા લાગ્યો. આ જાઈને સલમાન થોડો ચીડાઈ ગયો અને તેને દૂર ધકેલતા કહ્યું નાચના બંધ કર. (નાચવાનું બંધ કર)’ સલમાનને ખીજાયેલો જાઈને છેવટે તે ફેન ત્યાંથી જતો રહ્યો હતો. હાલ ‘બિગ બોસ ૧૫’ શોને હોસ્ટ કરવામાં વ્યસ્ત સલમાન ખાનની ફિલ્મ ‘અંતિમઃ ધ ફાઈનલ ટ્‌ર્થ’ આ મહિનાના અંતે રિલીઝ થવાની છે. મહેશ માંજરેકરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં સલમાન ખાનનો બનેવી અને એક્ટર આયુષ શર્મા પણ છે. સલમાન ફિલ્મમાં પોલીસના રોલમાં છે જ્યારે આયુષ ગેંગસ્ટરના રોલમાં જાવા મળશે.