સોમવારે સારા વધારા સાથે લીલા રંગમાં બંધ થયેલ બજાર આજે ઘટાડા સાથે લાલ રંગમાં બંધ થયું. મંગળવારે,બીએસઇ સેન્સેક્સ ૪૧૬.૭૨ પોઈન્ટ (૦.૫૪ ટકા) ઘટીને ૭૬,૮૮૬.૯૧ પોઈન્ટ પર બંધ થયો. દરમિયાન,એનએસઇ નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ પણ ૯૭.૦૦ પોઈન્ટ (૦.૪૦ ટકા) ઘટીને ૨૩,૯૯૫.૭૦ પોઈન્ટ પર બંધ થયો. એ નોંધવું જોઇએ કે બજાર આજે લાલ રંગમાં ટ્રેડિંગ શરૂ કર્યું હતું. આજે, સેન્સેક્સ ૨૦૮.૮૪ પોઈન્ટ (૦.૨૭%) ઘટીને ૭૭,૦૯૪.૭૯ પર ખુલ્યો, અને નિફ્ટી ૪૨.૮૦ પોઈન્ટ (૦.૧૮%) ઘટીને ૨૪,૦૪૯.૯૦ પર બંધ થયો.
આજે, સેન્સેક્સના ૩૦ શેરોમાંથી માત્ર ૧૧ શેરો વધારા સાથે લીલા રંગમાં બંધ થયા, જ્યારે બાકીના ૧૯ શેરો નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા. બીજી તરફ, નિફ્ટી ૫૦ શેરોમાંથી માત્ર ૨૦ શેરો વધારા સાથે લીલા રંગમાં બંધ થયા, જ્યારે બાકીના ૩૦ શેરો નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા. સેન્સેક્સના શેરોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આજે સૌથી વધુ ૧.૬૮% ના વધારા સાથે બંધ થયા. દરમિયાન, એÂક્સસ બેંકના શેરમાં સતત બીજા દિવસે ૨.૬૫% નો સૌથી મોટો ઘટાડો જાવા મળ્યો.
મંગળવારે, સેન્સેક્સના અન્ય શેરોમાં ભારતી એરટેલ (૧.૪૩%), ટેક મહિન્દ્રા (૦.૯૫%), સન ફાર્મા (૦.૮૦%), ટાટા સ્ટીલ (૦.૭૩%), બજાજ ફિનસર્વ (૦.૭૦%), અદાણી પોર્ટ્સ (૦.૪૨%), કોટક મહિન્દ્રા બેંક (૦.૨૪%),આઇટીસી (૦.૧૮%), બજાજ ફાઇનાન્સ (૦.૧૭%) અને બીઇએલ (૦.૦૩%)નો સમાવેશ થાય છે.
આ શેરોના કારણે રોકાણકારોને નુકસાન થયું. બીજી તરફ, આજે એચસીએલ ટેકના શેર ૨.૬૪ ટકા, ઇન્ડીગો ૨.૫૯ ટકા, મારુતિ સુઝુકી ૨.૫૩ ટકા,એસબીઆઇ ૧.૮૮ ટકા,આઇસીઆઇસીઆઇ બેંક ૧.૭૭ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૧.૬૯ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૬૪ ટકા, ઇન્ફોસિસ ૧.૪૮ ટકા, એશિયન પેઇન્ટ્સ ૧.૦૯ ટકા,એચડીએફસી બેંક ૦.૯૬ ટકા,એનટીપીસી ૦.૮૯ ટકા, પાવર ગ્રીડ ૦.૮૬ ટકા, ઇટરનલ ૦.૭૦ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૪૭ ટકા, ટાઇટન ૦.૪૭ ટકા, ટ્રેન્ટ ૦.૨૦ ટકા,એલએન્ડટી ૦.૧૬ ટકા અને ટીસીએસ ૦.૧૦ ટકા ઘટ્યા હતા.






































