આજકાલ ૨૧મી જમાનામાં લોકો ડિજિટલ તરફ વળ્યા છે. આજકાલ મોટાભાગના લોકો ડિજિટલ બેકિંગ દ્વારા પૈસાની આપ-લે કરતા હોય છે. પરંતુ હાલ અમે તમને એક આંચકારૂપ સમાચાર આપવા જઈ રહ્યા છે. જો તમારું એકાઉન્ટ પ્રાઈવેટ સેક્ટરની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં છે તો ખાસ વાંચજો. પોતાની ફાઈનાશિયલ સ્થિતિને સુધારવા માટે આ બેંક મોટી સંખ્યામાં પોતાની શાખાઓ બંધ કરવાનો પ્લાન બનાવી રહી છે. દેશની મોટી સમાચાર એજન્સી રાયટર્સ અનુસાર જોણવા મળી રહ્યું છે કે આ બેંકની દેશભરમાં પથરાયેલી ૧૩ ટકા શાખાઓને બંધ કરવાનો પ્લાન બનાવી રહી છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૭માં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા સહિત ઘણી બેંકોને આરબીઆઈના પ્રોમ્પટ કરેક્ટિવ એક્શન યાદીમાં નાંખવામાં આવ્યા હતા. આ યાદીમાં ખરાબ નાણાકીય હાલતમાંથી પસાર થનાર બેંકોને સમાવવામાં આવે છે.
આ યાદીમાં આવનાર બેંકોને ઘણા પ્રતિબંધોની સાથે નાણાકીય સ્થિતિ સુધારવાનો મોકો આપવામાં આવ્યો. ૨૦૧૮માં પણ આરબીઆઈના પીસીએ ફ્રેમવર્કમાં ૧૨ બેંકોને રાખવામાં આવી હતી. તે સમયે તેમાં ૧૧ સરકારી અને એક પ્રાઈવેટ બેંક હતી. જેમણે વધારાની મૂડી પૂરી પાડવામાં આવી હતી.
બેંક માર્ચ ૨૦૨૩ સુધી દેશભરમાં પથરાયેલી પોતાની લગભગ ૬૦૦ શાખાઓને બંધ કરવાની અથવા તો નુકસાનમાં ચાલી રહેલી બ્રાંચના વિલય કરવા માટે વિચાર કરી રહી છે. તમને જણાવી દઈએ કે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની દેશભરમાં ૪૫૯૪ શાખાઓ છે.
રિપોર્ટ્સ અનુસાર સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાને છોડીને બીજી તમામ બેંક પીસીએ લિસ્ટમાંથી બહાર આવી ગઈ છે. પરંતુ નાણાકીય સ્થિતિમાં સુધારો નહીં આવવાના કારણે સેન્ટ્રલ બેંક આ લિસ્ટમાં જ છે. એવામાં બેંકની આર્થિક સ્થિતિમાં સુધારો લાવવા માટે ૧૩ ટકા બ્રાંચ બંધ કરવા માટે વિચાર કરવામાં આવી રહ્યો છે.