કોડીનાર નગરપાલિકામાં આરોગ્ય વિભાગમાં સેનેટરી ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા ભાવેશભાઇ મસરીભાઈ ઝાલા ગઈકાલે બપોરે સિંધી સોસાયટી સુખરામનગર વિસ્તારમાં ચેટીચાંદ તહેવાર અનુસંધાને સફાઇની કામગીરી કરાવતા સફાઈમાં અડચણરૂપ ફોર વ્હીલ હટાવવા જણાવતા રફીક સેલોત નામના વ્યક્તિએ તને આ ગાડી શુ નડે છે ? તેમ કહી બીભત્સ ગાળો ભાંડી રફીક સેલોત અને તેના સાથીદારોએ સેનેટરી ઈન્સ્પેકટર ઉપર જીવલેણ હુમલો કરી ઇજાગ્રસ્ત કરતા આ અંગે સેનેટરી ઇન્સ્પેકટરે કોડીનાર પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ આજે કોડીનાર નગરપાલિકાના ૩૦૦ જેટલા કર્મચારીઓએ આ ઘટનાને વખોડી કાઢી મૌન રેલી કાઢી મામલતદાર અને પોલીસ તંત્રને આવેદનપત્ર પાઠવી આ જીવલેણ હુમલાના આરોપી ઉપર ફોજદારી રાહે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી જ્યાં સુધી ન્યાય નહિ મળે અને આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી નગરપાલિકાના તમામ કર્મચારીઓ પોતાની ફરજ પરની તમામ કામગીરીથી અળગા રહેશે. શહેરમાં પાણી વિતરણ, સફાઈ, સ્ટ્રીટ લાઈટ, ફાયર તેમજ વહીવટી કાર્યોને લગતી કામગીરી ઠપ્પ થતા શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા થતા ગંદકીના થરના કારણે લોકોનું આરોગ્ય જોખમાય તેવી દહેશત ઉભી થવા પામી છે.