હરિયાણાના આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ નવીન જયહિંદે એકવાર ફરી કાશ્મીરી પંડિતનો મુદ્દો ઉઠાવ્યો છે.તેમણે કહ્યું કે કોઇ પણ નેતા લાલ ચોક આવી ઝંડો લહેરાવે સેના અને કાશ્મીરી પંડિતોની સાથે રહે એક લાખ રૂપિયાનું ઇનામ આપીશ.
જયહિંદે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ કાશ્મીરમાં જે કાશ્મીરી પંડિતો અને સેનાની સાથે ઘટનાઓ થઇ રહી છે તેને લઇ અમે ૨૬ જુને જંતર મંતર પર ધરણા પ્રદર્શન કરીશું.કાશ્મીરી પંડિતોના સમર્થન માટે તમામ લોકો ત્યાં આવે આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે નેતા લોકો પોતાની રાજનીતિ ચમકાવે છે કાશ્મીરી પંડિતોના નામ પર મત માંગે છે.હું પડકાર ફેંકુ છું કે કોઇ પણ નેતા મંત્રી મુખ્યમંત્રી ધારાસભ્ય અને સાંસદ લાલ ચોક આવે ત્યાંથી એક કલાક ફેસબુક લાઇવ કરે સેનાની સાથે રહે અને એક દિવસ કાશ્મીરી પંડિતોની સાથે રહે અમે તેમને એક લાખ રૂપિયાનું ઇનામ આપીશું.
જયહિંદે કહ્યું કે કાશ્મીરથી કલમ ૩૭૦ હટાવવી સારી વાત છે પરંતુ ત્યાં હજુ સુધી કોઇને વસાવવામાં તો આવ્યા નથી હું ૧ જુને લાલ ચોક ગયો હતો ત્યાં મેં કાશ્મીરી પંડિતો અને સેનાના જવાનો સાથે વાત કરી હતી આથી હું કહી શકુ છું કે ત્યાંની સ્થિતિ ખુબ ખરાબ છે.સરકાર કાશ્મીરી હિન્દુઓને એકે ૪૭ આપે.તેમણે કહ્યું કે છત્તીસગઢમાં નકસલીઓની વિરૂધ્ધ એક અભિયાન ચાલ્યું હતું તેમાં પણ હથિયાર આપવામાં આવ્યા હતાં જયારે તેઓ તો આપણા જ દેશના હતાં આ તો પાકિસ્તાનથી આવ્યા છે અને મારીના ચાલ્યા જોય છે.
અગ્નિપથ યોજનાને તેમણે ખાસ યોજના બતાવી કહ્યું કે આ રીતની યોજનના રશિયામાં હતી પરંતુ જોવો રશિયા કંઇ રીતે પરાજીત થયું જયારે તેની પાસે એડવાંસ ટેકનોલોજી છે એક નાના દેશ યુક્રેનથી તે હજુ સુધી જીતી શકયું નથી તે કોન્ટ્રાકટવાળા ફૌજી છે.તેમણે કહ્યું કે ઠેકા પર ગુલામ રાખવામાં આવે છે જવાન નહીં જયારે પેંશન નહીં સર્વિસમેનનો દરજજો ન હીં તો પછી તેઓ કોણ.ચાર વર્ષ બાદ તેઓ ગેંગસ્ટર અને શુટર બનશે. તેમણે કહ્યું કે હું તો એ કહીશ કે મુખ્યમંત્રી મંત્રી સાંસદ અને ધારાસભ્યનના પુત્ર છે આ તમામ પોતાના પુત્રોને અગ્નિવીર યોજનામાં મોકલે એક લાખ રૂપિયાનું ઇનામ અમે આપીશું ચાર વર્ષ નહીં એક વર્ષ રાખે કાશ્મીરમાં તેમની પોસ્ટ થાય તેમણે કહ્યું કે ઇઝરાયેલમાં ૮૦ લાખ લોકો છે ૮૦ લાખ તો હિન્દુસ્તાનમાં માર્ગ પર સુતા જોવા મળે છે દરેક દેશની સ્થિતિ અલગ અલગ હોય છે.