નાગાલેન્ડના મોન જિલ્લાના ઓટીંગ ગામમાં સેનાના ગોળીબારમાં મૃત્યુ પામેલા ૧૪ લોકોના પરિવારોને ઘટનામાં સામેલ સુરક્ષા કર્મિઓને ‘ન્યાયના કટઘરા’માં લાવવા સુધી કોઈ પણ સરકારી વળતર લેવાનો ઈનકાર કરી દીધો છે.
ઓટિંગ ગ્રામ પરિષદે એક નિવેદનમાં કહ્યું કે પાંચ ડિસેમ્બરે જ્યારે સ્થાનીક લોકો ગોળીબાર અને ત્યાર બાદ થયેલી ઝપાઝપીમાં મૃત્યુ પામેલા લોકોના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરી રહ્યા હતા, ત્યારે રાજ્યના મંત્રી પી પાઈવાંગ કોન્યાક અને જિલ્લાના ઉપાયુક્તે ૧૮ લાખ ૩૦ હજોર રૂપિયા આપ્યા.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ઓટિંગ ગ્રામ પરિષદ અને પીડિત પરિવાર, ભારતીય સશસ્ત્રા દળના ૨૧મા પૈરા કમાન્ડોના દોષિયોને નાગરિક સંહિતા અંતર્ગત ન્યાયના કટઘરમાં લાવવા અને સમગ્ર પૂર્વોત્તર ક્ષેત્રમાંથી સશસ્ત્ર દળ વિશેષ અધિકાર અધિનિયમ (અફસ્પા)ને હટાવવા સુધી તેને સ્વીકાર નહીં કરે.’
આ નિવેદનને જોરી કરવામાં આવ્યું, જેના પર ગ્રામ પરિષદના અધ્યક્ષ લોંગવાંગ કોન્યાક, અંગ (રાજો) તહવાંગ, ઉપ અંગ ચિંગવાંગ અને મોંગનેઈ અને ન્યોનેઈના ગામ બુરાહ (ગામના મુખિયા)ના હસ્તાક્ષર હતા.પોલીસના અનુસાર, જિલ્લામાં ચારથી પાંચ ડિસેમ્બર દરમિયાન એક અસફળ ઉગ્રવાદ વિરોધી અભિયાન અને જવાબી હિંસામાં ઓછામાં ઓછા ૧૪ નાગરિકના મૃત્યુ થયા અને એક સૈનિકનો જીવ ચાલ્યો ગયો હતો.