મૂળ બાબરાના છેલ્લા પાંચ વર્ષથી અમદાવાદ વસતા જાણીતા કવિ લેખક અને ચેમ્બર પૂર્વ પ્રમુખ કે.ડી. સેદાણીનાં પુત્ર વિવેક અને ચિરાગ અમદાવાદમાં સેદાણી ડિજિટલ પ્રા. લિમિટેડ કંપની ચલાવે છે. આ કંપનીને શનિવારે અમદાવાદમાં ભારતના અને વિદેશના મહેમાનોની હાજરીમાં સ્ટુડન્ટ એક્ઝામ બુકિંગ કંપની Pearson (PTE) તરફથી “સેદાણી ડિજિટલ પ્રા. લિમિટેડ”ને “best honar” નો એવોર્ડ બ્રિટિશ હાઈ કમિશનરના વરદ હસ્તે આપવામાં આવ્યો હતો. પિયરસન કંપનીના ઓનરે બંને ભાઈઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી અભિનંદન આપ્યા હતા. આ કાર્યક્રમમાં દેશ વિદેશના ૧૫૦ જેટલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.