સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દરેક નાગરિકને તેના વ્યવસાયને ધ્યાનમાં લીધા વિના મૂળભૂત અધિકારો આપવામાં આવે છે. આ સાથે કોર્ટે કેન્દ્ર, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સેક્સ વર્કરોને વોટર આઈડી કાર્ડ, આધાર અને રાશન કાર્ડ આપવાની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવા અને તેમને રાશન આપવાનું ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો છે. એનજીઓ‘દરબાર મહિલા સંકલન સમિર્તિની અરજીની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે આ નિર્દેશ આપ્યો હતો. અરજીમાં કોવિડ-૧૯ રોગચાળાને કારણે સેક્સ વર્કર્સ દ્વારા જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેને ઉઠાવવામાં આવ્યો છે.
કોર્ટ તેમના કલ્યાણ માટે આદેશો જારી કરી રહી છે અને ગયા વર્ષે ૨૯ સપ્ટેમ્બરના રોજ, કેન્દ્ર અને અન્યને નિર્દેશ આપ્યો હતો કે તેઓ ઓળખના પુરાવા માટે પૂછ્યા વિના તેમને રાશન પ્રદાન કરે. જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ, જસ્ટિસ બી. આર. ગવઇ અને જસ્ટિસ બી.વી. નાગરત્ને ૨૦૧૧માં જારી કરાયેલા સેક્સ વર્કરોને રાશન આપવાના નિર્દેશ પર નારાજગી વ્યક્ત કરી હતી, પરંતુ તેનો અમલ હજુ બાકી છે. બેન્ચે કહ્યું, “રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લગભગ એક દાયકા પહેલા રેશન કાર્ડ અને ઓળખ કાર્ડ જારી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો અને તથા તેના માટે કોઈ કારણ નથી કે નિર્દેશોનો આજ સુધી અમલ કરવામાં આવ્યો નથી.
કોર્ટે કહ્યું, ‘દેશના દરેક નાગરિકને મૂળભૂત અધિકાર આપવામાં આવે છે, પછી ભલે તેનો વ્યવસાય કોઈ પણ હોય. દેશના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા સરકારની ફરજ છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને અન્ય સત્તાવાળાઓને તાત્કાલિક રાશન કાર્ડ, મતદાર આઈડી કાર્ડ અને આધાર કાર્ડ જારી કરવાની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્દેશ આપવામાં આવે છે. તે સમુદાય આધારિત સંસ્થાઓની પણ મદદ લઈ શકે છે, જેઓ સેક્સ વર્કરોની યાદી તૈયાર કરી શકે છે. સમુદાય આધારિત સંસ્થાઓ દ્વારા પૂરી પાડવામાં આવેલ માહિતીની ચકાસણી કરવી.
ખંડપીઠે કહ્યું, “સેક્સ વર્કરોને રેશન કાર્ડ, મતદાર આઈડી કાર્ડ અને આધાર કાર્ડ જારી કરવા અંગે સ્થિતિ રિપોર્ટ આજથી ચાર અઠવાડિયાની અંદર દાખલ કરવો અને તે દરમિયાન રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અગાઉના આદેશમાં કરવામાં આવેલ ઉલ્લેખના અનુરૂપ રાશન કરાડ અથવા અન્ય ઓળખ પત્ર માંગે અને સેક્સ વર્કરોને રાશનનું વિતરણ ચાલુ રાખવાની સૂચના આપવામાં આવે.
બેન્ચે કહ્યું કે આદેશની નકલ રાજ્ય અને જિલ્લા કાનૂની સેવા સત્તાવાળાઓને જરૂરી કાર્યવાહી માટે મોકલવી આપવામાં આવે. સાથે જ સરકારને વિવિધ આઈડી કાર્ડ બનાવતી વખતે સેક્સ વર્કરોના નામ અને ઓળખને ગુપ્ત રાખવાનો પણ નિર્દેશ આપ્યો હતો.