રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નવા ક્વાટર્સ તૈયાર કરવામાં આવ્યા છે. ગાંધીનગરનાં સેક્ટર ૧૭ ખાતે ધારાસભ્યો માટે ૩મ્ૐદ્ભ લકઝુરિયસ ફ્લેટ બનાવવામાં આવ્યા છે. માહિતી અનુસાર, સેક્ટર ૧૭ ખાતે ૯ માળનાં ૧૨ એપાર્ટમેન્ટ અને ૨૧૬ ફ્લેટ ધારાસભ્યો માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ નવા નિવાસસ્થાનનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘઘાટન કરવામાં આવશે. સંભવિત ૨૩ ઓક્ટોબરનાં રોજ ગાંધીનગરમાં ઉદ્ધઘાટન કાર્યક્રમનું આયોજન થઈ શકે છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આ ૨૧૬ ૩ બીએચકે લકઝુરિયસ ફ્લેટમાં આધુનિક સુવિધાઓ હશે. જે ગાંધીનગરના વહીવટી અને સાંસ્કૃતિક મહત્વને વધુ ઊજાગર કરશે.એમએલએના નવા ક્વાર્ટર્સનાં ઉદ્ઘાટન કાર્યક્રમને લઈ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ધારાસભ્ય માટે નવા નિવાસસ્થાનની રજૂઆત બાદ નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. નવા આવાસ માટે બજેટમાં પણ વિશેષ જાગવાઈ રાખવામાં આવી હોવાની માહિતી છે.