સાવરકુંડલાના સેંજળ ગામે રહેતી સગીરાને હાલ મોટા જીંજુડા ખાતે રહેતો મૂળ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કાત્રોડી ગામનો યુવક લગ્નની લાલચે ભગાડી ગયો હતો. આ બનાવ અંગે સગીરાના માતાએ કાત્રોડી ગામના સંજયભાઈ રમેશભાઈ છપરા નામના યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ બેસતા વર્ષના દિવસે સવારે છ કલાકે તેમની સગીર દીકરીને આરોપી લલચાવી-ફોસલાવી લગ્ન તથા બદકામ કરવાના ઈરાદે તેમના વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી લઈ ગયો હતો. ધારી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર એલ.કે.જેઠવા વધુ તપાસ કરી
રહ્યા છે.