ટી ૨૦ સિરીઝમાં ભારત અને બાંગ્લાદેશ સામસામે ટકરાશે.આ સિરીઝમાં ટીમ ઈન્ડીયાની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં રહેશે. છેલ્લા કેટલાક વર્ષોમાં, સૂર્યાએ આઇપીએલમાં ઘણા રન બનાવ્યા છે, જેના પરિણામે તે વર્ષ ૨૦૨૧માં ટીમ ઈન્ડીયા માટે ડેબ્યૂ કરવામાં સફળ રહ્યો હતો. તેના ડેબ્યુ પછી, સૂર્યાએ તેના બેટથી ઘણા રન બનાવ્યા અને થોડા જ સમયમાં તે ટી ૨૦ રેન્કિંગમાં નંબર-૧ બેટ્‌સમેન બની ગયો હતો.સૂર્યા હવે ભારતીય ટી૨૦ ટીમની કપ્તાની સંભાળી રહ્યો છે અને બાંગ્લાદેશના પડકારનો સામનો કરવા માટે તૈયાર છે. આ સીરિઝ પહેલા સૂર્યાએ મીડિયાને સંબોધન કર્યું હતું અને આ દરમિયાન તેણે એક મોટો ખુલાસો કર્યો હતો.
સૂર્યકુમાર યાદવે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટી ૨૦ મેચ પહેલા સંકેત આપ્યો હતો કે તે ભવિષ્યમાં આઇપીએલ ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ કરવા માંગે છે. ગયા વર્ષે મુંબઈ ફ્રેન્ચાઈઝીએ રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો. જાકે, હાર્દિકની કપ્તાનીમાં મુંબઈ સારૂ પ્રદર્શન કરી શક્યું ન હતું, જે બાદ એવી અટકળો શરૂ થઈ હતી કે આગામી સિઝન પહેલા મુંબઈની કેપ્ટનશિપમાં મોટો ફેરફાર થઈ શકે છે. દરમિયાન, સૂર્યાના નિવેદનને કારણે મુંબઈની કેપ્ટનશિપને લઈને ચર્ચા તેજ થઈ ગઈ છે.
પ્રથમ ટી ૨૦ મેચ પહેલા સૂર્યકુમારે ભારતીય ટીમની કેપ્ટનશીપ સાથે આઇપીએલમાં ટીમનું નેતૃત્વ કરવાની તેમની મહત્વાકાંક્ષાનો હળવાશથી ઉલ્લેખ કર્યો હતો.આઇપીએલમાં કેપ્ટનશિપના સવાલ પર તેણે કહ્યું કે તમે ગુગલી ફેંકી. તેણે કહ્યું કે તે તેની નવી ભૂમિકાનો આનંદ માણી રહ્યો છે.
મુંબઈ ઈન્ડીયન્સનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે જ્યારે રોહિત શર્મા ફ્રેન્ચાઈઝીનો કેપ્ટન હતો ત્યારે જા તેને કંઈ લાગતું હતું તો તે કેપ્ટનને સૂચન કરતો હતો. તેણે કહ્યું કે ભારતની કેપ્ટનશીપ કરવી સારું લાગે છે. શ્રીલંકા સામે સુકાનીપદ સંભાળતા પહેલા તેણે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે પણ ટીમનું નેતૃત્વ કર્યું હતું. સૂર્યાએ એટલું જ કહ્યું- ‘બાકીને જાઈ લઈએ.’