ગોંડલ નોટરી એસોસિએશન દ્વારા સૂચિત નોટરી એમેડમેન્ટના વિરોધમાં ડે. કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભારત સરકાર દ્વારા નોટરી એક્ટમાં સૂચિત સુધારા કરતું બિલ સોશિયલ મીડિયામાં મુકવામાં આવ્યું છે. જેનો વિરોધ ભારતભરના વકીલો અને નોટરીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગોંડલમાં પણ નોટરી એસો. દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કાયદામંત્રી અને ભારત સરકારના નોટરી સેલના સક્ષમ અધિકારીને સંબોધીને ગોંડલ ડે. કલેક્ટર મારફત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ તકે નોટરી એસો.ના વિનયભાઇ રાખોલીયા, ગીરીશભાઇ ધાબલીયા, રસીકભાઇ રાણપરીયા, અમૃતભાઇ મકવાણા સહિતનાઓ જાડાયા હતા.