પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી પર રાજ્યમાં બૂથ-સ્તરના અધિકારીઓને ધમકી આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણી પંચમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પાર્ટીના રાજ્ય સચિવ અને મંત્રી અરૂપ બિસ્વાસે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયને પત્ર લખીને વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારી સામેના આરોપોની જાણકારી આપી છે.સુવેન્દુ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની વિનંતી કરવામાં આવી છે. ભવિષ્યમાં ચૂંટણી કાર્યમાં સામેલ કોઈપણ સરકારી કર્મચારીને ડરાવવામાં ન આવે તેની ખાતરી કરવા પણ કહેવામાં આવ્યું છે.ટીએમસી નેતા અરૂપે પંચને લખેલા પત્રમાં લખ્યું છે કે, “આપણી મતદાર યાદીઓની સુરક્ષા સોંપવામાં આવેલા તમામ સરકારી કર્મચારીઓને વ્યવસ્થિત રીતે ધમકી આપવામાં આવી રહી છે. જા આ બાબતને હવે ગંભીરતાથી લેવામાં નહીં આવે, તો પશ્ચિમ બંગાળમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી શક્્ય નહીં બને.”









































