(એ.આર.એલ),સુરેન્દ્રનગર,તા.૨૧
સુરેન્દ્રનગર વિરમગામ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ યુવકના કરૂણ મોત નીપજતા આ
આભાર – નિહારીકા રવિયા વિસ્તારમાં શોકની લાગણી ફેલી ગઈ છે. આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.સુરેન્દ્રનગર લખતર વિરમગામ હાઈવે પર વિઠ્ઠલગઢ પેટ્રોલ પંપ પાસે આ કરૂણ બનાવ બન્યો હતો. જેમાં પુરઝડપે જઈ રહેલા ટ્રકે બાઈકને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. જેને પગલે બાઈક પર જઈ રહેલા ત્રણ યુવકોના ઘટનાસ્થલે જ કરૂણ મોત નીપજ્યા હતા. ટ્રક ચાલક બાઈક પર ટ્રેક ચલાવી ફરાર થઈ ગયો હતો. ટ્રક ચાલકે બાઈકને દૂર સુધી ઘસડતા ત્રણેય યુવકોએ ઘટનાસ્થળે જ જાન ગુમાવ્યો હતો.
આ બનાવને પગલે આ વિસ્તારમાં ચકચાર મચી જવા સાથે લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. અકસ્માતને પગલે અહી ટ્રાફિક ચક્કાજામ થઈ ગયો હતો.આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક સમસ્યા રાબેતા મુજબ કરી હતી. પોલીસે ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધીને તેની શોધ હાથ ધરી છે.